ત્રાહિમામ્@દેવગઢબારીયા: મિશન પૂરું કર્યું પરંતુ 4 વર્ષથી પગારથી વંચિત, બહેનોની વેદના સામે જવાબદારો બેફિકર

ડીઆરડીએના નિયામકને પત્ર લખી જે રજૂઆત કરી
 
ત્રાહિમામ્@દેવગઢબારીયા: મિશન પૂરું કર્યું પરંતુ 4 વર્ષથી પગારથી વંચિત, બહેનોની વેદના સામે જવાબદારો બેફિકર

અટલ સમાચાર ડોટ કોમ, ગિરીશ જોશી


દાહોદ જિલ્લામાં અગાઉ બહુચર્ચિત મિશન મંગલમ શાખાનાં કૌભાંડ મામલે પોલીસ અને કોર્ટની કાર્યવાહી ચાલુ છે ત્યારે વધુ એક ગંભીર રીપોર્ટ સામે આવ્યો છે. દેવગઢ બારિયા તાલુકામાં મિશન શક્તિ હેઠળ ફરજ બજાવી ચૂકેલી મહિલા કર્મચારીઓ પગાર વિના ટળવળી રહી છે. અધધધ...એક બે નહિ ચાર ચાર વર્ષથી પગારથી વંચિત હોવાની ફરિયાદ બહેનોએ કરતાં ચોંકાવનારી પરિસ્થિતિ બની છે. મિશન પૂર્ણ કરવામાં તમામ તાકાત લગાવી પરંતુ તંત્ર દ્વારા વેતન મહેનતાણું નહિ મળતાં બહેનો ત્રાહિમામ્ બની છે. સમગ્ર મામલે 10થી વધુ બહેનોએ ગ્રામ વિકાસ એજન્સીના નિયામકને રજૂઆત કરી તપાસ કરવા અને તેના આધારે આગળની પ્રક્રિયા દીન 7 માં કરવા કહ્યું છે. પગારથી વંચિતના અનેક સમાચારો વચ્ચે 4 વર્ષથી પગાર નહિ થયાની બૂમરાણ દાહોદ જિલ્લામાં કદાચ આ પ્રથમ હશે. જાણીએ સમગ્ર અહેવાલ.

ત્રાહિમામ્@દેવગઢબારીયા: મિશન પૂરું કર્યું પરંતુ 4 વર્ષથી પગારથી વંચિત, બહેનોની વેદના સામે જવાબદારો બેફિકર

દાહોદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં મિશન મંગલમ શાખા છે કે જેના સ્ટાફ દ્વારા તાલુકા કક્ષાએથી પણ કામગીરી થાય છે. તે અંતર્ગત કેટલાક વર્ષ અગાઉ દેવગઢ બારિયા તાલુકામાં મિશન ઈ શક્તિ હેઠળ અનેક બહેનો કામગીરીમાં લાગી અને સેવા પૂરી પાડી હતી. બહું હોંશથી અને ખંતથી કામગીરી કરી સરેરાશ 12 બહેનોએ મિશન પૂરું કરવામાં ખૂબ પરસેવો રેડ્યો હતો. જોકે સમયસર પગાર નહિ થતાં નારાજગી વચ્ચે પણ કામગીરી ચાલતી રહી હતી. જોકે છે મહિના અને એક વર્ષ દરમ્યાન વારંવાર રજૂઆતો છતાં પૂરતો અને સમયસર પગાર થતો નહિ. આ બધી પ્રક્રિયા વચ્ચે ચાર ચાર વર્ષના વાણાં વીતી ગયા છતાં પૂરતો પગાર નહિ થયાની ગંભીર રજૂઆત બહાર આવી છે.

ત્રાહિમામ્@દેવગઢબારીયા: મિશન પૂરું કર્યું પરંતુ 4 વર્ષથી પગારથી વંચિત, બહેનોની વેદના સામે જવાબદારો બેફિકર


સૂત્રોએ જણાવ્યું હતું કે, દેવગઢબારિયા તાલુકાની સરેરાશ 12 જેટલી મહિલાઓએ દાહોદ ડીઆરડીએના નિયામકને પત્ર લખી જે રજૂઆત કરી છે તે ખૂબ ચોંકાવનારી બની છે. બહેનોએ જણાવ્યું છે કે, વર્ષ 2018થી 2022 સુધીનો પૂરતો પગાર નથી મળ્યો. બહેનો જણાવે છે કે, તાલુકામાં ટીએલએમ અને જિલ્લામાં ડીએલએમને વારંવાર રજૂઆતો કરવામાં આવી છતાં પગાર કર્યો નથી.‌ પગાર અને ભથ્થુ નહિ મળતાં પરિવારનુ ગુજરાન ચલાવવામાં ભયંકર તકલીફ થતી હોવાનો પણ બહેનોએ ઘટસ્ફોટ કર્યો છે. આથી આગામી 7 દિવસમાં પગારની વિકટ સમસ્યાનો હલ કરી બાકી નીકળતાં પગારના નાણાં ચૂકવી દેવા બહેનોએ નિયામકને જણાવ્યું છે.