બદલી@અમદાવાદ: 31 PIની બદલી: રાઠોડ ફરી કૃષ્ણનગરમાં, સાવલિયા સાઇબર ક્રાઈમમાં
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમદાવાદ શહેર પોલીસના 31 PIની પોલીસ કમિશનર દ્વારા આંતરિક બદલી કરવામાં આવી છે. લીવ રિઝર્વ, SOG, ટ્રાફિક અને કંટ્રોલરૂમમાં ફરજ બજાવનારાની બદલી કરવામાં આવી છે. જેમાં પહેલાં 8 અને બાદમાં 23 PIનું ટ્રાન્સફર કરાયું છે.
શહેરમાં EOW, સાઇબર ક્રાઈમ અને SOG સહિતમાં ફરજ બજાવતા 8 PIની આંતરિક બદલી કરાઈ છે. ખોખરા પોલીસ સ્ટેશનના PI બી.પી. સાવલિયાની સાઇબર ક્રાઈમ બ્રાન્ચમાં બદલી કરવામાં આવી છે. તેમની જગ્યાએ નરોડા પોલીસ સ્ટેશનના સેકન્ડ PI એસ.એ. કોટડિયાને ખોખરા પોલીસ સ્ટેશનના PI તરીકે મૂકાયા છે.
ભૂતકાળમાં કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના PI તરીકે ફરજ બજાવી ચૂકેલા જે.કે. રાઠોડને SC/ST સેલ-2 માંથી ફરીથી કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના PI તરીકે ચાર્જ સોંપવામાં આવ્યો છે.
*આ PIની બદલીઓ DYSPના પ્રમોશન બાદ થઈ શકે*
કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના PI વી.એચ. જોષીને SOG PI તરીકે મૂકવામાં આવ્યા છે. કાલુપુર પોલીસ સ્ટેશનના PI એચ.આર. વાઘેલાને આર્થિક ગુના નિવારણ શાખામાં બદલી કરવામાં આવી છે, જ્યારે EOWમાં ફરજ બજાવતા ડી.બી. બસિયાને કાલુપુર PI તરીકે મૂકાયા છે. ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા કે.કે. ડીંડોરને આર્થિક ગુના નિવારણ શાખામાં, જ્યારે આર્થિક ગુના નિવારણ શાખામાંથી આર.જી. સિંધુને ક્રાઈમ બ્રાન્ચ PI તરીકે મૂકવામાં આવ્યા છે.
8 PIની આંતરિક બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે, ત્યારે હવે શહેર પોલીસમાં ધીરે ધીરે PIઓની આંતરિક બદલીઓ થવાની શરૂઆત થઈ ચૂકી છે. ત્રણ વર્ષની જિલ્લા બદલીના PIની બદલીઓ DYSPના પ્રમોશન બાદ થઈ શકે છે.
*અમદાવાદના 8 PIની બદલી:*
PI હાલની ફરજ બદલી
બી.પી. સાવલિયા ખોખરા સાઇબર ક્રાઈમ
એસ.એ. કોટડિયા નરોડા-II ખોખરા
જે.કે. રાઠોડ SC/ST CELL-2 કૃષ્ણનગર
વી.એચ. જોષી કૃષ્ણનગર S.O.G.
ડી.બી. બસિયા E.O.W. કાલુપુર
એચ.આર. વાઘેલા કાલુપુર E.O.W.
આર.જી. સિંધુ E.O.W. ક્રાઈમ બ્રાન્ચ
કે.કે. ડીંડોર ક્રાઈમ બ્રાન્ચ E.O.W.
*અમદાવાદના 23 PIની બદલી:*
PI હાલની ફરજ બદલી
એન.આર. ગામીત સાઇબર ક્રાઈમ કંટ્રોલરૂમ
જે.ડી. આઈ. શેખ સાઇબર ક્રાઈમ રીડર ટુ જે.સી.પી. ટ્રાફિક
પી.વી. દેસાઈ S.O.G. સરદારનગર-II
આર.એ. ભોજાણી S.O.G. કંટ્રોલરૂમ
પી.ડી. સોલંકી S.O.G. વિશેષ શાખા
આર.એ. પટેલ S.G.-2 ટ્રાફિક ક્રાઈમ બ્રાન્ચ
વી.આર. ખેર વિશેષ શાખા E.O.W.
આર.એસ. ઠાકર કંટ્રોલરૂમ E.O.W.
બી.કે. ભારાઈ કંટ્રોલરૂમ S.O.G.
એમ.જી. રાઠોડ શાહેરકોટડા-II S.G.-2 ટ્રાફિક
એસ.ડી. પટેલ એલ-ટ્રાફિક SC/ST CELL-2
એચ.એન. આઝરા S.G.-1 ટ્રાફિક વિશેષ શાખા
એસ.એસ. મોદી રીડર ટુ જે.સી.પી. ટ્રાફિક S.G.-1 ટ્રાફિક
ટી.આર. ગઢવી કંટ્રોલરૂમ ક્રાઈમ બ્રાન્ચ
એમ.કે. ચૌધરી કંટ્રોલરૂમ સરખેજ-II
સી.બી. ગામીત E.O.W. કંટ્રોલરૂમ
એમ.એ. સુમરા E.O.W. કંટ્રોલરૂમ
પી.પી. વાઘેલા સાઇબર ક્રાઈમ કંટ્રોલરૂમ
એસ.એન. બારીયા લીવ રીઝર્વ કંટ્રોલરૂમ કંટ્રોલરૂમ
એચ.વી. ચૌધરી લીવ રીઝર્વ કંટ્રોલરૂમ શાહેરકોટડા-II
કે.આર. વેકરીયા લીવ રીઝર્વ કંટ્રોલરૂમ કંટ્રોલરૂમ
ડી.જી. રબારી લીવ રીઝર્વ કંટ્રોલરૂમ કંટ્રોલરૂમ
વી.એ. ચાંદરા લીવ રીઝર્વ કંટ્રોલરૂમ કંટ્રોલરૂમ

