દુર્ઘટના@ગુજરાત: ટ્રિપલ અકસ્માતમાં કાકા-ભત્રીજા સહિત 3ના મોત, જાણો સમગ્ર દુર્ઘટના
આ અકસ્માત બાઈક, નારિયેળ ભરેલો છકડો રિક્ષા અને એક આઇસર ટ્રક વચ્ચે થયો હતો
Jan 6, 2026, 16:37 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ફરી એકવાર અકસ્માતની ભયાનક દુર્ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં 3 લોકોના મોત નીપજ્યા છે.ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકામાં સુરવા-માધુપુર વચ્ચે એક ગંભીર ટ્રિપલ અકસ્માત સર્જાયો છે. આ દુર્ઘટનામાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે.
આ અકસ્માત બાઈક, નારિયેળ ભરેલો છકડો રિક્ષા અને એક આઇસર ટ્રક વચ્ચે થયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે ત્રણેય વ્યક્તિઓએ સ્થળ પર જ જીવ ગુમાવ્યો હતો.
પ્રાથમિક માહિતી અનુસાર, મૃતકોની ઓળખ કિશોરભાઈ, પ્રભુદાસભાઈ અને દીક્ષિતભાઈ વડોદરિયા તરીકે થઈ છે. મૃતકોમાં કાકા-ભત્રીજાનો પણ સમાવેશ થાય છે.
ઘટનાની જાણ થતાં જ તાલાલા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહોનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે તાલાલાની સરકારી હોસ્પિટલ ખસેડ્યા હતા અને વધુ તપાસ હાથ ધરી છે.

