બનાવ@ગુજરાત: દેવભૂમિ દ્વારકામાં એક જ દિવસમાં બે ખેડૂતાના હાર્ટ એટેકથી મોત,વધુ વિગતે જાણો
હાર્ટ એટેક આવવાથી મોત નિપજ્યું
Oct 19, 2023, 15:51 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
કેટલાક સમયથી યુવાનોમાં હાર્ટ એટેક આવવાની ઘટનામાં વધારો જોવા મળ્યો છે. દેવભૂમિ દ્વારકામાં એક જ દિવસમાં બે ખેડૂતાના હાર્ટ એટેકથી મોત થયુ છે. ખંભાળિયા પંથકમાં હાર્ટ એટેકથી બે ખેડૂતના મોત. તો બીજી તરફ આજે જામનગરમાં પણ 24 વર્ષીય યુવાનનું હાર્ટ એટેકથી મોત થયુ છે. જો વાત દ્વારકાની કરીએ તો ખેતરમાં કામ કરતા સમયે હાર્ટ એટેક આવવાથી મોત નિપજ્યું છે. ઠાકર શેરડી ગામના પ્રેમજીભાઈ કણઝારીયાનું હાર્ટ એટેક આવતા મોત થયુ છે.