ક્રાઈમ@રાજકોટ: સમાધાન કરવા મામલે યુવક પર તેના સગા ભાઈ સહીત બે શખ્સનો લોખંડના સળિયાથી હુમલો

જાગ્રસ્ત યુવકને સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
 
ક્રાઈમ@અમદાવાદ: રિસામણે ગયેલી પત્નીને મનાવવા ગયેલા પતિને સાસરિયાઓએ જ ઉતાર્યો મોતને ઘાટ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

 રૈયાધારમાં સમાધાન કરવા મામલે યુવક પર તેના સગા ભાઈ સહીત બે શખ્સોએ લોખંડના સળિયાથી હુમલો કરતાં યુવકને લોહીલુહાણ હાલતમાં સારવારમાં ખસેડાયો હતો. બનાવ અંગે યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી.તેમના મામાના પુત્ર સાથે ઘરે હતો ત્યારે તેનો સગો ભાઈ વનરાજ અને તેનો પિતરાઈ ટપુ ઘરે આવેલ ત્યારે તેઓએ વનરાજને કહેલ કે, મારે અને ટપ્પુને બોલવાના વહેવાર નથી અમારે બન્નેને જુની માથાકુટ ચાલે છે, તો શુ કામ તેને લઈને આવ્યો કહેતાં વનરાજે કહેલ કે, સમાધાન માટે લઈને આવ્યો છુ, જેથી સમાધાનની ના પાડતાં વનરાજ ટપ્પુનુ ઉપરાણુ લઈ લોખંડના સળીયાથી માથામાં ઘા ઝીંકી દિધો હતો.

ટપુએ પણ ઢીક્કપાટુનો મારમારતાં માથાના ભાગેથી લોહી નીકળવા લાગેલ હતું. બાદમાં ઇજાગ્રસ્ત યુવકને સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. વધુમાં બનાવ અંગે જણાવ્યું હતું કે, એક વર્ષ પહેલા પિતરાઈ ટપુ મારા ઘરે દારૂ પી આવેલ અને મારા પત્ની સુતા હતા ત્યા ખાટલા પર બેસી ગયેલ જે બાબતે માથકુટ થયેલ હતી. જે બાબતનું સમાધાન કરવા આવી મારામારી કરી હતી. બનાવ અંગેની ફરિયાદ પરથી યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી બંને શખ્સોને સકંજામાં લેવા તજવીજ હાથ ધરી હતી.