ઘટના@અમરેલી: એક જ દિવસમાં બે લોકોને હાર્ટ એટેક આવતાં મોતને ભેટ્યા,જાણો વિગતે

ઘટના બનતા ઉજવણી શોકમાં પરિણમી
 
ઘટના@અમરેલી: એક જ દિવસમાં બે લોકોને હાર્ટ એટેક આવતાં મોતને ભેટ્યા,જાણો વિગતે  

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

દિવસમાં બે લોકોને હાર્ટ એટેક  આવતાં મોતને ભેટ્યા છે. ગઈકાલે બાબરામાં છકડો હંકારનારને હાર્ટ એટેક આવ્યા બાદ રાજુલામાં 23 વર્ષીય યુવકને પણ હાર્ટ એટેક આવ્યો છે. જે બાદ તેનું મોત થયું છે. રામાપીરના આખ્યાન દરમિયાન યુવકને હાર્ટ આવતાં મોડી રાત્રે જ દોડધામ મચી ગઈ હતી.

અમરેલીના રાજુલામાં દિનેશ શિયાળ નામના યુવકને હાર્ટ એટેક આવ્યા બાદ હોસ્પિટલમાં લઈ જવાયો હતો, પરંતુ ત્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. ત્યારે નવરાત્રીના પર્વ સમયે જ આ ઘટના બનતા ઉજવણી શોકમાં પરિણમી છે.

મહત્વનું છે કે ગઇકાલે અમરેલીના બાબરામાં છકડો રિક્ષાચાલકનું હાર્ટએટેકથી મોત થયુ હતુ. ચાલુ છકડે ચાલકને હાર્ટએટેક આવ્યો હતો. ચાલુ રસ્તે હાર્ટએટેક આવતા ચાલક રોડ પર પટકાયો હતો. ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. લુણકીથી બાબરા જતી વખતે રસ્તામાં આ ઘટના બની હતી. તો છકડામાં બેસેલા અન્ય ત્રણથી વધુ મુસાફરોનો આબાદ બચાવ થયો છે. મૃતક લુણકી ગામના 46 વર્ષીય ઓઘડભાઈ હોવાનું જાણવા મળ્યું છે.