દુર્ઘટના@મોરબી: કાર અને રીક્ષા અથડાતા આધેડને ઈજા,સમગ્ર ઘટના વિગતે સમજો
પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે
Sep 3, 2023, 16:28 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
મોરબી શહેરના લીલાપર કેનાલ રોડ પર કાર ચાલકે કાર પુરઝડપે ચલાવી રીક્ષાને પાછળથી ટક્કર મારી હતી જે અકસ્માતમાં ૪૫ વર્ષના આધેડને ઈજા પહોંચતા બનાવ મામલે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છેટંકારાના વીરપર ગામના રહેવાસી કાનજીભાઈ પરષોતમભાઈ ઉધરેજા પોલીસ ફરિયાદ નોંધાવી છે કે કાર જીજે ૧૬ બીકે ૧૯૪૫ ના ચાલકે કાર પુરઝડપે ચલાવી લીલાપર કેનાલ રોડ પર એસ.પી.રોડના નાકા પાસે ફરિયાદી બેસેલ ટે રીક્ષા જીજે ૦૩ યુ ૪૯૬૫ ને પાછળથી ટક્કર મારી હતી જે અકસ્માતમાં કાનજીભાઈ ઉધરેજાને ઈજા પહોંચી હતી મોરબી એ ડીવીઝન પોલીસે કાર ચાલક વિરુદ્ધ અકસ્માતની ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે