ઉત્સવ@અમદાવાદ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શાંતિ નિકેતન એપાર્ટમેન્ટમાં કાર્યકર્તાઓ સાથે પતંગ ચગાવશે

ઘાટલોડિયા પોલીસ સ્ટેશન અને પોલીસ આવાસ યોજનાનાં 920 મકાનોનું ખાતમુહુર્ત કરશે.
 
અમિત શાહ

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાલમાં ગુજરાતની મુલાકાતે આવેલા છે. તહેવારો વચ્ચે એમનું આગમન ગુજરાતમાં થયું છે. આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં શાંતિ નિકેતન એપાર્ટમેન્ટમાં કાર્યકર્તાઓ સાથે પતંગ ચગાવશે.

ઘાટલોડિયા પોલીસ સ્ટેશન અને પોલીસ આવાસ યોજનાનાં 920 મકાનોનું ખાતમુહુર્ત કરશે. આ કાર્યક્રમ બાદ કેન્દ્રીય ગૃહમંત્રી ભગવાન જગન્નાથનાં દર્શન કરવા અને પૂજા કરવા જશે.

બપોર પછી તેઓ રાણીપના આર્યવિલા એપાર્ટમેન્ટ રહીશો સાથે પતંગોત્સવમાં ભાગ લેશે. ત્યાંથી તેઓ સાબરમતી વોર્ડના અર્હમ ફ્લેટના રહીશો સાથેના પતંગોત્સવમાં સામેલ થશે.