અપડેટ@ખંભાળિયા: ચાર રસ્તા નજીક નવા સિનેમા રોડ પર એકસાથે 10 આખલાએ દોડધામ કરતાં જોવા મળ્યા
લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો.
Oct 24, 2023, 14:02 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં અવારનવાર રખડતા ઢોરનો આતંક જોવા મળે છે. ત્યાં દેવભૂમિદ્વારકાના ખંભાળિયાના આખલાઓએ આખો રોડ માથે લીધો હતો.ખંભાળિયાના ચાર રસ્તા નજીક નવા સિનેમા રોડ પર એકસાથે 10 આખલાએ દોડધામ કરતાં જોવા મળ્યા હતા.જેના પગલે લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો.તો રાત્રિના સમયે વાહનોની અવર-જવર ઓછી હોવાના કારણે કોઈ જાનહાનિ થઈ નથી.
પરંતુ ખંભાળિયામાં આખલાઓ કેવી રીતે આતંક મચાવી રહ્યા છે તે તમે વીડિયોમાં જોઈ શકો છો.પશુમાલિકો અને તંત્રની બેદરકારીના કારણે લોકોનો જીવ પર જોખમ ઉભું થયું છે.જો આખલાની અડફેટે કોઈ અકસ્માત સર્જાશે તો તેના માટે કોણ જવાબદાર તે મોટો પ્રશ્ન છે. તો આ અગાઉ દેવભૂમિ દ્વારકામાં એક સાથે ત્રણ આખલાની લડાઈ રહ્યાં હોવાનું સામે આવ્યુ હતુ. તો 3 આખલા લડાતા એપોર્ટમેન્ટના પાર્કિગ વિસ્તારમાં પાર્ક કરેલી એક બાઈકને નુકસાન થયુ હતુ.