અપડેટ@અમદાવાદ: દહન માટે 10 થી 40 ફુટના રાવણ તૈયાર કરવામાં આવે છે અને ગુજરાતભરમાં મોકલવામાં

રાવણ 30થી 35 હજારમાં વેચાતો 
 
અપડેટ@અમદાવાદ: દહન માટે 10 થી 40 ફુટના રાવણ તૈયાર કરવામાં આવે છે અને ગુજરાતભરમાં મોકલવામાં 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અસત્ય પર સત્ય અને આસૂરી શક્તિ પર દૈવી શક્તિના વિજય તરીકે ઉજવાતુ પર્વ એટલે વિજયાદશમી. આજના દિવસે જ ભગવાન શ્રીરામે રાવણનો વધ કર્યો હતો. આથી જ આજના દિવસે રાવણદહન કરવામાં આવે છે. હાલ નવરાત્રી નું પર્વ ચાલી રહ્યું છે અને વિજયાદશમીની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ત્યારે અમદાવાદના રામોલ વિસ્તારમાં રાવણ દહન માટે રાવણ બનાવવાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. મોટાભાગના રાવણ લગભગ બનીને તૈયાર છે અને તેમને ફાઈનલ ટચ આપવામાં આપવામાં આવી રહ્યો છે.

અમદાવાદના રામોલ વિસ્તારમાં ખાસ યુપીથી આવેલા મુસ્લિમ કારીગરો દ્વારા રાવણની પ્રતિમા તૈયાર કરવામાં આવે છે. યુપીના આગ્રા, મથુરા અને વૃંદાવનથી કારીગરો ખાસ રાવણની પ્રતિમા તૈયાર કરવા માટે ગુજરાત આવે છે. દોઢ મહિના અગાઉથી જ રાવણ બનાવવાનું શરૂ કરી દેવામાં આવે છે.જેમા 10 થી 40 ફુટના રાવણ તૈયાર કરવામાં આવે છે. રાવણ બનાવવા માટે વપરાતા મટિરિયલમાં મુખ્યત્વે કાગળ, વાંસ, જિલેટીન, લાકડાનો ઉપયોગ થાય છે. રાવણનું શિર, શરીર અને પગ એમ ત્રણ અલગ અલગ પાર્ટમાં પ્રતિમા તૈયાર કરવામાં આવે છે.

દશેરાના દિવસે થતા સામૂહિક રાવણ દહનમાં 40 થી 50 ફુટના મહાકાય રાવણનુ દહન કરવામાં આવતુ હોય છે. યુપીના કારીગર મોહસીન જણાવે છે કે એક રાવણ તૈયાર કરવામાં એક થી બે દિવસનો સમય લાગે છે. હાલ 40 જેટલા કારીગરો રાવણના પૂતળા બનાવવાનું કામ કરી રહ્યા છે. રાવણના પૂતળાની કિંમતની જો વાત કરવામાં આવે તો 10 ફુટનો એક રાવણ 5થી 6 હજારનો વેચાઈ રહ્યો છે. જ્યારે 40 થી 50 ફુટનો રાવણ 30થી 35 હજારમાં વેચાતો હોય છે. હાલ મોંઘવારીને જોતા રો મટિરિયલના ભાવ પણ વધ્યા હોવાથી રાવણના ભાવમાં પણ 5 ટકાનો વધારો કરવામાં આવ્યુ હોવાનુ મોહસિન જણાવી રહ્યા છે.

અમદાવાદમાં તૈયાર કરવામાં આવેલા આ રાવણને ગુજરાતભરમાં મોકલવામાં આવે છે ત્યારે આ રાવણના ટ્રાન્સપોર્ટેશનમાં કોઈ મુશ્કેલી ન આવે તે હેતુથી પહેલેથી જ ત્રણ પાર્ટમાં રાવણ બનાવવામાં આવે છે. જેમા રાવણનું શિર અલગ હોય છે, તેનો શરીરનો ભાગ અને પગનો ભાગ અલગ અલગ રાખવામાં આવે છે. રાવણ દહન માટે જિલેટીન સહિત તેમા દહન માટે ફટાકડાનો પણ ઉપયોગ કરવામાં આવે છે. આપને જણાવી દઈએ કે અમદાવાદમાં નાગરવેલ હનુમાન, રખિયાલ, કર્ણાવતી ક્લબ અને ભાડજ મંદિરમાં રાવણ દહનના કાર્યક્રમ યોજાશે.