અપડેટ@અમદાવાદ: એરપોર્ટ પરથી 4 આતંકવાદી ઝડપાયા, જાણો વધુ વિગતે

અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી હતી. 
 
અપડેટ@અમદાવાદ: એરપોર્ટ પરથી 4 આતંકવાદી ઝડપાયા, જાણો વધુ વિગતે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં અવાર-નવાર કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. ગુજરાત એટીએસએ આજે અમદાવાદ એરપોર્ટ પરથી ISIS (ઈસ્લામિક સ્ટેટ ઑફ ઈરાક એન્ડ સિરિયા)ના ચાર આતંકવાદીની ધરપકડ કરી છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે મૂળ શ્રીલંકાન નાગરિક અમદાવાદ એરપોર્ટ પર આવ્યા હોવાની સેન્ટ્રલ એજન્સીના ઇનપુટ બાદ આ ચારેય શખ્સને ઝડપી લેવામાં આવ્યા છે. ગુજરાતમાં અથવા અન્ય રાજ્યમાં કોઈ કનેક્શન છે કે નહીં તે શોધવાની પ્રક્રિયા એટીએસએ હાથ ધરી છે. તો બીજી તરફ આજે અમદાવાદમાં IPLની ત્રણ ટીમ પહોંચવાની છે. મંગળવારે ક્વોલિફાયર-1 અને બુધવારે એલિમિનેટર મેચ રમાવવાની હોવાથી આ ટીમો આજે અમદાવાદ ખાતે પહોંચવાની છે. આ ટીમોમાંથી બપોરે 12:30 કલાકે આરસીબીની ટીમ અમદાવાદ એરપોર્ટ ખાતે પહોંચી હતી, આમ એરપોર્ટ પરથી આતંકી ઝડપાતા હાઇ એલર્ટ જેવી સ્થિતિ ઊભી થઈ છે.


સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર છેલ્લા ઘણા સમયથી સેન્ટ્રલ એજન્સી દ્વારા ગોલ્ડ સ્મગ્લિંગ અને અન્ય વસ્તુઓ પર નજર રાખવામાં આવી રહી હતી, તે સમયે એક સેન્ટ્રલ એજન્સીએ ગુજરાત એટીએસ સાથે મળીને કેટલાક ઇનપુટ શેર કર્યા હતા. ત્યારબાદ ગુજરાત એટીએસની ટીમ અમદાવાદ એરપોર્ટ પર ખાસ વોચમાં હતી. તે સમયે એક શકમંદ તેમના રડારમાં આવ્યો હતો અને તેની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી હતી. જેમાં કુલ ચાર શખ્સોનું સામે આવ્યું હતું.

આ અંગે મળતી માહિતી પ્રમાણે જે ચાર શખ્સોની અટકાયત કરવામાં આવી છે તે આતંકવાદી સંગઠન આઈએસઆઈએસ આતંકવાદી છે અને તે સંગઠન સાથે ઘણા સમયથી સક્રિય હતા. તેઓ મૂળ શ્રીલંકન નાગરિક છે અને તે અમદાવાદ એરપોર્ટ શા માટે આવ્યો? ગુજરાત તેમજ ભારતમાં કોઈ મોમેન્ટ છે અથવા તેના કોઈ સ્લીપર સેલ છે કે નહીં તે તપાસવા માટે ગુજરાત એટીએસ દ્વારા પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે