અપડેટ@ગુજરાત: અમદાવાદ શહેરમાં બળાત્કારના 723 અને ચોરીના 7386 ગુના નોંધાયા
અમદાવાદ શહેર સૌથી સુરક્ષિત ગણાતું
Sep 14, 2023, 14:34 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
છેલ્લા બે વર્ષ દરમિયાન અમદાવાદ શહેર અને ગ્રામ્યના મળીને કુલ 343 ગુનેગારોને પકડવાના બાકી હોવાની માહિતી વિધાનસભામાં આપવામાં આવી છે.કોંગ્રેસના ઇમરાન ખેડાવાલાએ જુલાઇ-2023ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વિવિધ ગુનાખોરીના કેટલા ગુના નોંધાયા તે અંગે સવાલ પૂછ્યો હતો.
જેના લેખિત જવાબમાં ગૃહ વિભાગે જણાવ્યું હતું કે અમદાવાદ શહેરમાં બળાત્કારના 723 ,લૂંટના 285, ધાડના 24, છેડતીના 456, ખૂનના 207, મહિલાઓ પર અત્યાચારના 2109 અને રાયોટિંગના 148 ગુના નોંધાયા છે. શહેરમાં 265 ગુનેગારોને પકડવાના બાકી છે. અમદાવાદ ગ્રામ્યમાં ચોરીના 669, લૂંટના 37, ધાડના 15, છેડતીના 75, બળાત્કારના 152, ખૂનના 50, મહિલા અત્યાચારના 100 અને રાયોટીંગના 5 ગુના નોંધાયા છે. ગ્રામ્યમાં 78 ગુનેગારોને પકડવાના બાકી છે.