અપડેટ@જામનગર: નવરાત્રીના મહોત્સવમાં અભિનેતા આયુષમાન ખુરાનાએ હાજરી આપી
સાંસદ પૂનમ માડમ પણ રહ્યા હાજર
Oct 16, 2023, 10:04 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાતમાં નવરાત્રીના પર્વનું અનોખુ મહત્વ રહેલુ છે. જામનગરમાં પણ 15 ઓક્ટોબરના રોજ ધામધૂમથી નવરાત્રીની ઉજવણી કરવામાં આવી. જામનગરમાં નવરાત્રીની એક ઉજવણીમાં અભિનેતા અને સિંગર એવા આયુષમાન ખુરાના જોડાયા હતા. આ પ્રસંગે તેમની સાથે જામનગરના સાંસદ પૂનમ માડમ પણ હાજર રહ્યા હતા.
અભિનેતા આયુષ્માન ખુરાનાએ ગુજરાતના જામનગરમાં નવરાત્રીની ઉજવણીમાં હાજરી આપી હતી.જામનગરમાં એક ઝુપડપટ્ટી વિસ્તારમાં નવરાત્રીની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં આયુષમાન ખુરાનાએ ભાગ લીધો હતો. આયુષમાન ખુરાનાને જોઇને ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. લોકોએ આયુષમાન સાથે સેલ્ફી પણ લીધી હતી. તો સાંસદ પૂનમ માડમ પણ સમગ્ર કાર્યક્રમ દરમિયાન આયુષમાન ખુરાના સાથે હાજર રહ્યા હતા.