અપડેટ@અમદાવાદ: ધરોઇ ડેમમાંથી પાણી છોડાતા સાબરમતીમાં નવા નીરની આવક,નદી કાંઠાના વિસ્તારોને એલર્ટ

સુરક્ષાને ધ્યાને રાખીને ફ્લોટિંગ રેસ્ટોરા બંધ કરાઈ છે
 
અપડેટ@અમદાવાદ: ધરોઇ ડેમમાંથી પાણી છોડાતા સાબરમતીમાં નવા નીરની આવક,નદી કાંઠાના વિસ્તારોને એલર્ટ 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
 

રાજ્યમાં કેટલાક દિવસથી મેઘરાજાનું આગમન થયું છે.વધારે વરસાદના કારણે નવા નીરનો સંગ્રહ થયો છે.જળાશયો,ડેમો  ઓવરફ્લો થયા છે.જેના કારણે  તે પાણીને નદીઓમાં છોડી મુકવામાં આવ્યુ છે. ધરોઇ ડેમમાં પાણીની આવક વધતાં પાણી છોડવામાં આવી રહ્યું છે. ધરોઇ ડેમમાંથી પાણી છોડાતા સાબરમતીમાં પાણીની આવક થઇ છે. અમદાવાદની સાબરમતી નદીમાં નવા નીરની આવક થઇ છે. જેના પગલે નદી કાંઠાના વિસ્તારોને એલર્ટ કરાયા છે, જ્યારે સુરક્ષાને ધ્યાને રાખીને ફ્લોટિંગ રેસ્ટોરા બંધ કરાઈ છે. સ્થિતિ સામાન્ય બનતા ફ્લોટિંગ રેસ્ટોરા ફરી શરૂ થશે.

અપડેટ@અમદાવાદ: ધરોઇ ડેમમાંથી પાણી છોડાતા સાબરમતીમાં નવા નીરની આવક,નદી કાંઠાના વિસ્તારોને એલર્ટ કરાયા 

સાબરમતી નદીની સપાટી વધતા AMC દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. સુરક્ષાને ધ્યાને રાખીને ફ્લોટિંગ રેસ્ટોરા બંધ કરાઈ છે. ટેકનિકલ ટીમ સાથે પરામર્શ બાદ નિર્ણય લેવાયો છે. હાલની સ્થિતિ રિવર ક્રૂઝ માટે પ્રતિકુળ જણાતા નિર્ણય લેવાયો છે. આગામી સમયમાં વરસાદ રહેશે તો રિવર ક્રૂઝ બંધ રહેશે. સ્થિતિ સામાન્ય બનતા ફ્લોટિંગ રેસ્ટોરા ફરી શરૂ થશે.

ધરોઇ ડેમમાંથી પાણી છોડવામાં આવતાં સાબરમતી નદીમાં આવક થઇ છે. જેના પગલે વાસણા બેરેજના ગેટ ખોલી 18 હજાર ક્યુસેક પાણી છોડાયું છે. મોડી રાતથી વાસણા બેરેજનું જળસ્તર 127 ફૂટ કરાયું છે. પાણી છોડાતા નદી કાંઠામાં અલર્ટ અપાયું છે.

અમદાવાદના ઉપરવાસથી સાબરમતીમાં નવા નીરની આવક થઇ છે. સતત પાણીની આવકને પગલે વાસણા બેરેસના દરવાજા ખોલાયા છે. 15 દરવાજા ખોલીને 18 હજાર ક્યુસેક પાણી નદીમાં છોડાયું છે. વાસણા બેરેજનું જળસ્તર 127 ફૂટ કરવામાં આવ્યું છે. પાણી છોડાતા નદી કિનારાના વિસ્તારોમાં તંત્રનું અલર્ટ છે. કિનારા વિસ્તારમાં ન જવા માટે લોકોને અપીલ કરાઇ છે.

ધરોઈ ડેમ હાલ 92.40 ટકા ભરાયો છે, ડેમની ભયજનક સપાટી 622 અને તેની સામે હાલની સપાટી 620.07 ફૂટ છે.