અપડેટ@અમદાવાદ: શરદી, ખાંસી અને વાયરલ ઈન્ફેક્શનના કેસમાં વધારો નોંધાયો,જાણો વિગતે

  2 હજાર 706 દર્દીઓને સારવા

 
અપડેટ@અમદાવાદ: શરદી, ખાંસી અને વાયરલ ઈન્ફેક્શનના કેસમાં વધારો નોંધાયો,જાણો વિગતે 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ગુજરાતમાં શિયાળીની શરુઆત થઇ રહી છે. જો કે હાલમાં સવારમાં જ થોડી ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે અને બપોરે લોકોને ગરમીનો સામનો કરવો પડે છે. ત્યારે આવી બેવડી ઋતુ વચ્ચે લોકોને ગંભીર બીમારીઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે. અમદાવાદમાં બેવડી ઋતુ અને પ્રદૂષણના કારણે રોગચાળો વકર્યો છે.

અમદાવાદમાં શરદી, ખાંસી અને વાયરલ ઈન્ફેક્શનના કેસમાં વધારો નોંધાયો છે. સોલા સિવિલ હોસ્પિટલમાં એક અઠવાડિયામાં વાયરલ ઈન્ફેક્શનના 1 હજાર 433 દર્દીઓને સારવાર આપવી પડી છે. ગત સપ્તાહે 1 હજાર 273 કેસ નોંધાયા હતા. આમ 15 દિવસના અરસામાં તાવ, ખાંસી અને વાયરલના 2 હજાર 706 દર્દીઓને સારવાર આપવી પડી છે.

સોલામાં અત્યારે રોજના અંદાજે 1 હજાર 500 જેટલા દર્દીઓને સારવાર આપવી પડે છે. સૂત્રો પ્રમાણે, છેલ્લા સપ્તાહે ડેન્ગ્યુના કેસમાં સામાન્ય ઘટાડો થયો છે.. છેલ્લા સપ્તાહે 17 કેસ આવ્યા હતા.. જ્યારે તેના પહેલાના અઠવાડિયે 21 કેસ હતા. અને એક મહિનામાં ડેન્ગ્યુના કુલ 133 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા હતા.