અપડેટ@અમદાવાદ: વડાપ્રધાન મોદી ગાંધીઆશ્રમની મુલાકાતે પહોંચ્યા, રિડેવલપમેન્ટ પ્રોજેક્ટની કામગીરીનું નિરીક્ષણ અને બેઠક કરશે
CM ભૂપેન્દ્ર પટેલ અને DYCM હર્ષ સંઘવી પણ ગાંધીઆશ્રમ પહોંચી ગયા છે.
Jan 12, 2026, 09:03 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં ગુજરાતની મુલાકાતે આવેલ છે. જર્મન ચાન્સેલર ફ્રેડરીક મર્ઝ ભારત મુલાકાત માટે રવિવારે સીધા અમદાવાદ પહોંચ્યા હતા. ITC નર્મદા હોટલમાં ફ્રેડરિક મર્ઝનું પરંપરાગત રીતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આજેે સવારે 9 વાગ્યે વડાપ્રધાન મોદી સાથે જર્મન ચાન્સેલર ગાંધીઆશ્રમની મુલાકાત લેશે.
મુલાકાતને લઇને વહેલી સવારથી ગાંધીઆશ્રમ ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે. સાથે જ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ PMના રૂટનું નિરીક્ષણ પણ કર્યું હતું. CM ભૂપેન્દ્ર પટેલ અને DYCM હર્ષ સંઘવી પણ ગાંધીઆશ્રમ પહોંચી ગયા છે. ગાંધીઆશ્રમની મુલાકાત બાદ બપોરે 12 વાગ્યે મહાત્મા મંદિરમાં પીએમ મોદી અને જર્મન ચાન્સેલરની બેઠક યોજાશે.

