અપડેટ@અમદાવાદ: ભારત અને પાકિસ્તાન મેચને લઈ સૌથી કડક સુરક્ષા બંદોબસ્ત કરાયો

ડ્રોનની રહેશે નજર

 
અપડેટ@અમદાવાદ: ભારત અને પાકિસ્તાન મેચને લઈ સૌથી કડક સુરક્ષા બંદોબસ્ત કરાયો 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ભારત- પાકિસ્તાન મેચ અમદાવાદમાં યોજવાની છે.તેનેના કારણે કડક સુરક્ષા કરવામાં આવી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે વિશ્વકપની મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શનિવારે રમાનારી છે. મેચને લઈ ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બીજી તરફ હાઈવોલ્ટેજ મેચને લઈ ગુજરાત પોલીસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત દાખવ્યો છે. અમદાવાદમાં પ્રેક્ષકો સિવાય ચકલુય સ્ટેડિયમની આસપાસના ફરકી શકે એ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. મેચ દરમિયાન સીસીટીવી ઉપરાંત ડ્રોનથી પણ સતત તમામ સ્થિતિ પર નજર રાખવામાં આવનાર છે.

ગુજરાત અને અમદાવાદ પોલીસ ઉપરાંત કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ દ્વારા ચાંપતો સુરક્ષા બંદોબસ્ત દાખવવામાં આવ્યો છે. આ દરમિયાન સ્ટેડિયમની આસપાસના વિસ્તારમાં સતત ડ્રોન દ્વારા નજર રાખવામાં આવશે. શંકાસ્પદ લોકો અને હિલચાલ પર પણ સતત નજર રાખવામાં આવનાર છે. હાઈવોલ્ટેજ મેચ હોવાને લઈ પોલીસ દ્વારા કોઈ જ ચૂક ના રહી જાય એ માટે પહેલાથી જ બારીકાઈ પૂર્વક આયોજન કરવામાં આવ્યુ છે.