અપડેટ@દ્વારકા: શોપિંગ સેન્ટર સિટી પેલેસની એક દુકાનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે.

ઈલેક્ટ્રિક શોર્ટ સર્કિટના કારણે આગ લાગી 

 
અપડેટ@દ્વારકા: શોપિંગ સેન્ટર સિટી પેલેસની એક દુકાનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
 

રાજ્યમાં અવારનવાર આગ લાગવાની ઘટના સામે આવતી હોય છે. આવી જ એક આગ લાગવાની ઘટના સામે આવી છે. દ્વારકાના મુખ્ય માર્ગ પર આવેલી શોપિંગ સેન્ટર સિટી પેલેસની એક દુકાનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે.

મોબાઈલ શોપમાં ઈલેક્ટ્રિક શોર્ટ સર્કિટનાં કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે. જો કે ઘટનાની જાણ થતા જ પાલિકાની ફાયર ટીમ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી હતી. જો કે મળતી માહિતી અનુસાર કોઈ જાનહાનિ કે ઈજાગ્રસ્ત થયા નથી.