અપડેટ@બોટાદ: ખાણ ખનીજ વિભાગે દરોડા પડ્યો અને 300 મેટ્રિક ટન રેતી તેમજ 1 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
ખનીજ ચોરો ફરાર થઈ ગયા હતા.
Oct 21, 2023, 18:46 IST
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
બોટાદના ગઢડામાં ખાણ ખનીજ વિભાગના દરોડા પાડ્યા છે, બોટાદ જિલ્લાના લાખણકા ગામની ઘેલો નદીના પટમાં છેલ્લા અનેક વર્ષોથી ખનીજ ચોરી થાય છે. દરોડાની જાણ થતાં ખનીજ ચોરો ફરાર થઈ ગયા હતા. જો કે ખાણ ખનીજ વીભાગે 300 મેટ્રિક ટન રેતી તેમજ 1 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે.
જો કે ખાણ ખનીજ વિભાગના દરોડાને કારણે ખનન માફિયામાં ફફડાટ ફેલાયો છે. જો કે ખનીજ વિભાગે 300 મેટ્રિક ટન બિનવારસી રેતી સહિત રેતી ચાળવાનો ચારણો કબ્જે કર્યો છે. જો કે લાખણકા ગામ ખનીજ માફિયાનુ હબ ગણાય છે અને વર્ષોથી રોકટોક વગર ખનીજ ચોરી ચાલે છે. જો કે ખનીજ વિભાગના દરોડાના કારણે ખનીજ માફિયા ભૂગર્ભમાં ઉતરી ગયા છે.