અપડેટ@ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી

બેઠકમાં કેબિનેટના મંત્રીઓની પણ ઉપસ્થિત રહ્યા 
 
અપડેટ@ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળી. આ બેઠકમાં કેબિનેટના મંત્રીઓની પણ ઉપસ્થિત રહ્યા છે. કેબિનેટની બેઠકમાં કેટલાક મહત્વના મુદ્દા પર ચર્ચા થઈ રહી છે. ખાસ કરીને બેઠકમાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની તૈયારીઓ પર ચર્ચા કરવામાં આવી રહી છે.

ગાંધીનગરમાં મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં કેટલાક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે. મળતી માહિતી પ્રમાણે કેબિનેટની બેઠકમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી શકે છે. તો વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસની તૈયારીઓની સમીક્ષા પર પણ ચર્ચા કરવામાં આવે તેવી શક્યતા છે.ખેલ મહાકુંભના આયોજન સંદર્ભે કેબિનેટમાં સમીક્ષા થશે.

BPL કાર્ડધારકોને દિવાળી નિમિત્તે તેલનો વધારાનો જથ્થો આપવા બાબતે ચર્ચા કરવામાં આવશે. તો રાજ્ય સરકારના આગામી આયોજનો અને નીતિગત વિષયો અંગે સમીક્ષા થશે.