અપડેટ@દેશ: કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે હાર્ટ એટેકથી મોતના બનાવ અંગે તપાસની માગ કરી
અટલ સમાચાર ડોટ કોમ,ડેસ્ક
ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહીલે વધી રહેલા હાર્ટ એટેકના કેસોને લઇને ચિંતા વ્યક્ત કરી છે. સાથે જ સરકાર પાસે આ મામલે યોગ્ય તપાસ કરાવવા અને સર્વે કરવાની માગ કરવાની માગ કરી છે. શક્તિસિંહ ગોહીલે શૂન્યકાળમાં રાજ્યસભામાં આ ચર્ચા કરવા અંગેનો પ્રસ્તાવ મુક્યો છે.
છેલ્લા ઘણા સમયથી ગુજરાત સહિત દેશભરમાં હાર્ટ એટેકના કેસમાં વધારો થતો જઇ રહ્યો છે. ત્યારે આ મામલે રાજ્યસભામાં શૂન્યકાળમાં ચર્ચા થાય તેવી શક્તિસિંહ ગોહીલે માગ કરી છે. શક્તિ સિંહ ગોહિલે X અકાઉન્ટ પર આ અંગેની પોસ્ટ કરી છે. તેમાં તેમણે જણાવ્યુ છે કે વધી રહેલા હાર્ટ એટેકના કેસની સરકાર ચિંતા કરે.આ મામલે સરકારે યોગ્ય તપાસ કરાવવી જોઇએ તેમજ સર્વે કરાવવો જોઇએ.
શક્તિસિંહે એમ પણ જણાવ્યુ કે, હાર્ટ એટેકના વધતા જતા કેસમાં કોરોના રસી જવાબદાર છે કે કેમ તેની તપાસ થવી જોઇએ.સી લીધા બાદ થયેલા હાર્ટ એટેકથી મોતની પણ તપાસ થવી જોઇએ.