અપડેટ@દિલ્હીઃ કોર્ટે એક વર્ષ સુધી શાંતિ ભંગ નહીં કરવાની શરત બાદ દીપકે, સૌરવ અને આશુતોષ મુક્ત કર્યા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
કોકરોચ જનતા પાર્ટીના નેતાઓ અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને રવિવારે સવારે 10 વાગ્યે 23 કલાક સુધી કસ્ટડીમાં રાખ્યા બાદ મુક્ત કરવામાં આવ્યા. ત્રણેયને દિલ્હી કેન્ટ પોલીસ સ્ટેશનમાં એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે ત્રણેયને એક વર્ષ સુધી શાંતિ ભંગ નહીં કરવાની શરતે મુક્ત કર્યા છે.
દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, ત્રણેયે એક વર્ષ સુધી શાંતિ જાળવવા અને સારા વર્તન માટે ₹50 હજારનું બેલ બોન્ડ પણ ભર્યું. પોલીસે શનિવારે CJPના પ્રદર્શન પહેલાં ત્રણેયને દિલ્હી એરપોર્ટ પર વિમાનમાંથી કસ્ટડીમાં લીધા હતા. દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે ત્રણેયને સાવચેતીના પગલા તરીકે કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે.
CJPએ રવિવારે સતત બીજા દિવસે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગણીને લઈને જંતર-મંતર પર પ્રદર્શન કરવાની જાહેરાત કરી છે. શનિવારે પોલીસે હજારો સમર્થકોને રસ્તામાં જ રોકી દીધા હતા. લગભગ 7,000 લોકોને કસ્ટડીમાં પણ લેવામાં આવ્યા હતા.
આ દરમિયાન, દિલ્હીમાં 250 ટ્રેનો રદ કરવા અને 45 મેટ્રો સ્ટેશનો બંધ રાખવાના મામલે સુપ્રીમ કોર્ટ આજે રજાના દિવસે સુનાવણી કરશે. ગૃહ સચિવ, દિલ્હી પોલીસ કમિશનર અને DMRCના ચેરપર્સન વિરુદ્ધ કોર્ટના આદેશની અવગણનાના આરોપમાં અવમાનના કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે. કોર્ટે શુક્રવારે મેટ્રો અને ટ્રેન સેવાઓ સંપૂર્ણપણે બંધ નહીં કરવાની સૂચના આપી હતી.

