અપડેટ@મહેસાણા: બહુચરાજી વિસ્તારમાં માયનોર કેનાલમાં ગાબડું પડવાને લઈ ખેડૂતોને માટે મુશ્કેલી સર્જાઈ
પાણી આસપાસના ખેતરોમાં ભરાઈ જવા લાગ્યુ
Nov 14, 2023, 17:16 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
નર્મદા કેનાલની માયનોર કેનાલમાં ભંગાણ પડવાની ઘટના સામે આવી છે. મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકામાં નર્મદાની માઈનોર કેનાલમાં ગાબડું પડ્યુ છે. ગાબડું પડવાને લઈ કેનાલનુ પાણી આસપાસના ખેતરોમાં ભરાઈ જવા લાગ્યુ છે. જેને લઈ ખેતરોમાં રહેલો પાક પણ બગડવા લાગ્યો છે.
દશેક દિવસ અગાઉ જ નર્મદાની માયનોર કેનાલને શરુ કરવામાં આવી હતી, લગભગ 1 કરોડ 80 લાખ રુપિયાના ખર્ચે તૈયાર કરાઈ હતી. જોકે કેનાલ બનાવવામાં હલકી ગુણવત્તાનો સામાન ઉપયોગ કરવામા આવ્યો હોવાને લઈ કેનાલનુ કામ નબળુ થયાના આક્ષેપો ચર્ચામાં થઈ રહ્યા છે. તો વળી આ કેનાલનુ કામ પણ ભાજપના જ એક નેતા પુત્રે કર્યુ હોવાની ચર્ચા થઈ રહી છે.