અપડેટ@ખેડા: વરસાદના કારણે શેઢી નદીએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું,પૂરના કારણે સ્થિતિ વિકટ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
રાજ્યમાં વરસાદી તાંડવના કારણે ભારે તબાહી મચી છે.કેટલાક વિસ્તારોમાં ભારે નુકશાન થયું છે.ખેડામાં શેઢી નદીએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ખેડામાંથી પસાર થતી શેઢી નદી તોફાની બની છે. ઉપરવાસમાં સારા વરસાદને પગલે નદી બે કાંઠે વહી રહી છે. ગળતેશ્વરના ઘણા ગામોમાં શેઢી નદીના પાણી ઘૂસ્યાં છે.
શેઢી નદીમાં પૂરના કારણે સ્થિતિ વિકટ બનતી જણાઇ રહી છે. ખેડાના નડિયાદ-મહેમદાવાદ સંપર્ક વિહોણું બન્યું છે. નડિયાદથી મહેમદાવાદને જોડતો રોડ બંધ થયો છે. શેઢી નદીના પાણી બ્રિજ પરથી વહી રહ્યા છે. માલધારી લોકો ઢોરને લઈને રોડ ઉપર આવી ગયા છે. જ્યારે કમળા ગામમાં શેઢી નદીનું પાણી ભરાયું છે. જ્યારે નડિયાદ મહેમદાવાદ રોડ પર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.
ડાકોરની ભવન્સ કોલેજના ગ્રાઉન્ડમાં પણ પાણી ઘૂસ્યા છે. ડાકોરને જોડતા રોડ પરનો જૂનો બ્રિજ પાણીમાં ગરકાવ થયો છે. જ્યારે વાહન વ્યવહારને નવા બ્રિજ પરથી ડાયવર્ટ કરાયો છે.ખેડાના શિલોડ ગામમાં પાણીના પ્રવાહમાં લોકો ફસાયા છે. શેઢી નદીમાં પૂરના પગલે શિલોડ ગામમાં લોકો ફસાયા છે. ઢોર સાથે સીમ વિસ્તારમાં રહેતા લોકો ફસાયા છે. જ્યાં ચારે બાજુ પાણી પાણી જોવા મળી રહ્યું છે, જ્યારે બહાર નીકળવાનો રસ્તો નથી.
ખેડામાં શેઢી નદીએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ખેડામાંથી પસાર થતી શેઢી નદી તોફાની બની છે. ઉપરવાસમાં સારા વરસાદને પગલે નદી બે કાંઠે વહી રહી છે.