અપડેટ@ગુજરાત: રાજ્યના કેટલાક વિસ્તારોમાં મધ્યમ વરસાદ થવાની આગાહી

વરસાદ થશે તે અંગેનું અનુમાન કરીને જણાવ્યુ
 
અપડેટ@ગુજરાત: રાજ્યના કેટલાક વિસ્તારોમાં મધ્યમ વરસાદ થવાની આગાહી 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ત્રણ દિવસમાં ભારતના ઉત્તરપશ્ચિમ અને પશ્ચિમ મધ્યમાંથી ચોમાસુ વિદાય લેવા માટેની સ્થિતિઓ અનુકુળ છે. તો બીજી તરફ બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થશે. જેના કારણે 29 સપ્ટેમ્બરના રોજ એટલે કે આજે પૂર્વ ભારતના વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. હાલ ગુજરાતમાં તો ઉતર પશ્ચિમ-ઉતરના પવન ફુંકાય રહ્યા છે.

હાલ ગુજરાતને વરસાદ આપી શકે તેવી કોઈ સિસ્ટમ સક્રિય નથી. તેમ છતાં ભેજનુ પ્રમાણ વધારે હોવાના કારણે રાજ્યના અમુક ભાગમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યુ છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ થવાની આગાહી આપવામાં આવી છે.

અમદાવાદ કેન્દ્રના હવામાન વિભાગે આપેલા મેપ પ્રમાણે, આજે 29મી સપ્ટેમ્બરના રોજ ક્યાં વરસાદ થશે તે અંગેનું અનુમાન કરીને જણાવ્યુ છે. આજે દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની સંભાવના છે. જ્યારે સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં હળવા વરસાદની સંભાવના છે.

આ ઉપારંત શનિવારે, 30મી સપ્ટેમ્બરના રોજ દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ અને દમણ, દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની શક્યતા છે. આ સાથે સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર સોમનાથમાં હળવા વરસાદની સંભાવના છે. પહેલી ઓક્ટોબરના રોજ દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ અને દમણ, દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, બીજી ઓક્ટોબરના રોજ ગુજરાતના તમામ જિલ્લાઓ, સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવ, દમણ, દાદરાનગર હવેલીમાં હવામાન શુષ્ક રહેવાની સંભાવના છે. તો ત્રીજી ઓક્ટોબરના રોજ ગુજરાતના તમામ જિલ્લાઓ, સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવ, દમણ, દાદરાનગર હવેલીમાં હવામાન શુષ્ક રહેવાની સંભાવના છે.

તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યુ હતુ કે, બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ મજબૂત બનશે અને ડિસેમ્બર સુધી સાયકલોન બનતા રહેશે. 30 સપ્ટેમ્બરથી આ સ્થિતિ જોવા મળશે. બેથી 14 ઓક્ટોબર દરમિયાન મોટું ચક્રવાત સક્રિય થવાનું અનુમાન છે. જેના કારણે ગુજરાતમાં વરસાદ આવી શકે છે અને વરસાદ જ્યારે આવશે ત્યારે હવે ચક્રવાતનો વરસાદ હશે.