અપડેટ@ગુજરાત: રામદેવે પાખંડી કહ્યા બાદ બાબા બાગેશ્વરનો જવાબ, બોલ્યા- આ પણ તેમના આશીર્વાદ છે, જાણો વધુ વિગતે

4 દિવસ પહેલા વખાણ કર્યા, આજે નિંદા કરી, બંને સ્વીકાર છે
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

યોગગુરુ બાબા રામદેવે પાખંડી કહ્યા બાદ બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ ખૂબ જ નમ્રતાથી જવાબ આપ્યો છે. પંજાબના પઠાણકોટમાં ચાલી રહેલી શ્રી હનુમંત કથા દરમિયાન તેમણે કહ્યું, આ પણ તેમના આશીર્વાદ છે.ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું, સ્વામીજીએ હંમેશા અમને સ્નેહ આપ્યો છે. અમે તેમને વાલી તરીકે જોયા છે. 4 દિવસ પહેલા તેઓ અમારા મંચ પર આવ્યા હતા, વખાણ કર્યા હતા.

આજે નિંદા કરી દીધી. અમને બંને સ્વીકાર છે.તેમણે કથાના વ્યાસપીઠ પરથી ભક્તો પાસે પણ બોલાવડાવ્યું, બોલો- આ પણ આશીર્વાદ છે. તેમણે કહ્યું, અમે હિન્દુઓને જોડવા માટે છીએ, તોડવા માટે નહીં. અમે કોઈપણ સંત પર ટિપ્પણી નહીં કરીએ. તે જેવા પણ છે, પોતાના જ છે. અમે તો ભગવાનના ભરોસે રહીએ છીએ.

રામદેવે શું કહ્યું હતું?

મહિલા સશક્તિકરણના કાર્યક્રમમાં બાબા રામદેવે નામ લીધા વગર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું, ભગવાન કૃષ્ણને ટેડા કહ્યા અને પછી માફી માંગી લીધી. પછી બાંકે બિહારી મંદિરે દર્શને ગયા અને કહ્યું, ભગવાન કૃષ્ણ તો ટેડા જ છે. અરે પાખંડી, આવું કેવી રીતે કરી શકો.રામદેવે આરોપ લગાવ્યો હતો કે, કેટલાક લોકો આજકાલ હિન્દુઓને હિંસા શીખવી રહ્યા છે.

સનાતન ધર્મને અંધવિશ્વાસ કે પાખંડ સાથે ન જોડવો જોઈએ. સનાતન ધર્મ દિવ્ય અને વૈજ્ઞાનિક છે.બાદમાં થઈ વાતચીતબાદમાં બાબા રામદેવે કહ્યું, મેં મારા નાના ભાઈ બાબા બાગેશ્વર સાથે વાત કરી. દેવતાઓ વચ્ચે તુલના કરવાથી મને દુઃખ થયું હતું. દેવતાઓમાં કોઈ ભેદ નથી. ભગવાનના નામ, જાતિ અને ધર્મના ભેદ સમાજને તોડી રહ્યા છે. આ વિવાદને હવે વધુ તુલ ન આપવો જોઈએ.