અપડેટ@ગુજરાત: PM MODI વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું ઉદ્ધાટન કરશે

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
આજે ગુજરાતના વિકાસના નકશાને વધુ વિસ્તૃત કરનાર વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટનુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ધાટન થશે. આ સમિટમાં વિશ્વના વિવિધ દેશના મહાનુભાવ સહીત ઉદ્યોગ જગતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. આજથી શરુ થનાર 10મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં 73 એમ્બેસેડર્સ, 25 દેશના વિદેશ પ્રધાન અને ગર્વનર, દેશ વિદેશની 500 અગ્રણી કંપનીઓના સીઈઓ, પ્રમોટર્સ ઉપસ્થિત રહેશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સવારે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નું ઉદ્ઘાટન કરશે. આ પછી તેઓ ટોચની વૈશ્વિક કંપનીઓના સીઈઓ સાથે બેઠક કરશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગિફ્ટ સિટીની મુલાકાત ફણ લેશે. જ્યાં સાંજે તેઓ ગ્લોબલ ફાઇનાન્સિયલ ટેક્નોલોજી લીડરશિપ ફોરમમાં બિઝનેસ લીડર્સ સાથે ચર્ચા કરશે.
મહારાષ્ટ્રમાં શિવસેનાના ધારાસભ્યને ગેરલાયક ઠેરવવાના કેસ પર આજે વિધાનસભા અધ્યક્ષ નિર્ણય લેશે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આજે પક્ષના વિવિધ એકમોને જવાબદારીઓ સોંપવા નિરીક્ષકોની બેઠક બોલાવી છે. અયોધ્યામાં ભાજપની મોટી સભા થશે.
આ બેઠકમાં બીએલ સંતોષ, સુનીલ બંસલ, વિનોદ તાવડે અને તરુણ ચુગ સહિત ઘણા નેતાઓ હાજરી આપશે.