અપડેટ@દેશ: ઈરાનની સેનાએ 200 ડ્રોન અને મિસાઈલોથી ઈઝરાયલ પર હુમલો કર્યો

છોડવામાં આવેલી મિસાઇલોને અટકાવી દીધી હતી.
 
અપડેટ@દેશ: ઈરાનની સેનાએ 200 ડ્રોન અને મિસાઈલોથી ઈઝરાયલ પર હુમલો કર્યો 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

હાલમાં ઈરાન અને ઇઝરાયલ વચ્ચે કેટલાય સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધમાં ગણા લોકોના મોત નીપજ્યા છે. હજુ સૂધી યુદ્ધ બંધ થયું નથી.  ઈરાનની સેનાએ લગભગ 200 ડ્રોન અને મિસાઈલોથી ઈઝરાયલ પર હુમલો કરવાનું શરૂ કરી દીધું છે. ઈઝરાયલની સેનાએ શનિવારે મોડી રાત્રે આ હુમલાની જાણકારી આપી હતી. અમેરિકી સેનાએ કેટલાક ડ્રોન તોડી પાડ્યા છે. તે જ સમયે ઈઝરાયલના આયર્ન ડોમે ઈરાન દ્વારા છોડવામાં આવેલી મિસાઇલોને અટકાવી દીધી હતી.

ટાઈમ્સ ઓફ ઈઝરાયલ અનુસાર ઈઝરાયલના મિલિટરી બેસને નુકસાન થયું છે. આ દરમિયાન એક બાળકી પણ ઘાયલ થઈ છે. ઈઝરાયલની સેનાએ કહ્યું કે અમે ઈરાનમાં કેટલાક ડ્રોન ઉડતા જોયા છે, જેને અહીં પહોંચવામાં થોડા કલાકો લાગશે.

ઈઝરાયલની ચેનલએ અહેવાલ આપ્યો છે કે ઈરાને ડ્રોન હુમલા શરૂ કર્યા છે. તે થોડો સમય લેશે પરંતુ સીરિયા અને જોર્ડનમાં કેટલાક ડ્રોનને ઠાર કરવામાં આવ્યા છે.

 1 એપ્રિલના રોજ ઇઝરાયલે સીરિયામાં ઈરાની એમ્બેસી નજીક હવાઈ હુમલો કર્યો હતો. જેમાં ઈરાનના બે ટોચના આર્મી કમાન્ડર સહિત 13 લોકો માર્યા ગયા હતા. આ પછી ઈરાને બદલો લેવા ઈઝરાયલ પર હુમલો કરવાની ધમકી આપી હતી.