અપડેટ@રાજકોટ: બોર્ડની પરીક્ષા આડે 3 મહિના હતા ને પેરાલિસિસનો એટેક આવ્યો, છતાં હાર ન માની

જીવનમાં આગળ વધવું જરૂરી છે.
 
અપડેટ@રાજકોટ: બોર્ડની પરીક્ષા આડે 3 મહિના હતા ને પેરાલિસિસનો એટેક આવ્યો, છતાં હાર ન માની

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

રાજ્યમાં અવાર-નવાર કેટલીક ઘટાઓ સામે આવતી હોય છે.  ગુજરાત માઘ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 11 માર્ચને સોમવારથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે. જેમાં રાજકોટ જિલ્લામાં 80,510 જેટલાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. જેમાં અલગ-અલગ પ્રકારની દિવ્યાંગતા ધરાવતાં 70 વિદ્યાર્થીઓ છે કે જેઓ રાઇટરથી પરીક્ષા આપશે. આ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપનારા અન્ય છાત્રો માટે પ્રેરણારૂપ બની રહેશે. કંઈક આવો જ એક કિસ્સો છે આરજૂ ડાકોરાનો.

જેને ધોરણ 12ની પરીક્ષાના 3 માસ પૂર્વે જમણા હાથમાં પેરાલિસિસનો એટેક આવ્યો હતો. હાથ સતત ધ્રૂજવાથી તેની લખવાની પ્રેક્ટિસ જ બંધ થઈ ગઈ હતી. તેમ છતા આરજૂએ હિંમત ન હારી શિક્ષક બનવાના સ્વપ્ન સાથે બોર્ડની પરીક્ષામાં સારા માર્કસ મેળવવા રીડિંગની તનતોડ મહેનતથી કરી છે. તેણે પરીક્ષા માટે રાઇટરની માગ કરી હતી, જેમાં તેના રાઇટર તરીકે રિદ્ધિ નામની ધોરણ 11ની વિદ્યાર્થિનીની પસંદગી થઈ છે. કાલથી આરજૂ રાઇટરથી પરીક્ષા આપશે. તેનું કહેવું છે કે, કોઈ પણ પ્રકારની તકલીફ પડે, પણ જીવનમાં આગળ વધવું જરૂરી છે.