અપડેટ@જુનાગઢ: ગિરનાર પર્વત પર ગંદકી ફેલાતી અટકાવવા જાહેરહિતની અરજી બાદ હાઇકોર્ટે સફાઇનો આદેશ
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગિરનાર પર્વત પર ગંદકી ફેલાતી અટકાવવા જાહેરહિતની અરજી બાદ હાઇકોર્ટે સફાઇનો આદેશ આપ્યો છે. પર્વત પર ગંદકીની સફાઇ થાય છે કે નહીં તેનું નિરીક્ષણ કરવા માટે હોઈકોર્ટ કમિશન ટીમની રચના કરવામાં આવી છે. ગિરનાર પર્વત પર ગંદકીને લઇ કોર્ટ કમિશન ટીમે નિરીક્ષણ કર્યું હતું. વહીવટી તંત્ર બરાબર કામગીરી કરી રહી છે કે નહીં તેમજ સફાઇ માટે શું પગલા લીધા સહિતની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
આ અંગે કલેક્ટરે કહ્યું કે ગંદકી અટકાવા ગિરનારની સીડીઓ પર કચરાપેટી મુકવામાં આવી છે. ગિરનારમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ મુકાયો છે. એટલું જ નહીં ભવિષ્યમાં ગિરનાર પર પાણીની વ્યવસ્થા થાય તેવા પણ સરકાર પ્રયાસ કરી રહી છે.સાથે જ કલેક્ટરે કહ્યું કે નિરીક્ષણ બાદ રિપોર્ટ તૈયાર કરી હાઇકોર્ટમાં રજૂ કરાશે.
ગિરનારની સુંદરતા વિશે એવુ કહેવાય છે કે એક સમયે સ્વર્ગ પણ ઝાંખુ પડે એવી વાદળો સાથે વાતો કરતા ગિરનારની સુંદરતા છે. ચોમાસાનો અહીંનો નજારો એકદમ રમણીય હોય છે પરંતુ અહીં આવતા પ્રવાસીઓની બેદરકારીને કારણે ગિરનાર પર ગંદકીના ગંજ ખડકાઈ રહ્યા છે. ત્યારે જોવુ રહ્યુ કમિશન ટીમની રચના બાદ ગિરનારની ગંદકી દૂર થાય છે .