અપડેટ@જૂનાગઢ: ગિરનારની 9,999 સીડીઓ પર સ્કેટિંગ કરી ઇતિહાસ રચ્યો!
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
જે ગિરનાર પર્વત પર ચડતા સારા-સારાના પગ કાંપી જાય છે, ત્યાં બિહારના યુવાન સોનુ યાદવે સ્કેટિંગ પહેરીને ચડાઈ કરીને સૌને દંગ કરી દીધા.
પીઠ પર ભારે બેગ, પગમાં સ્કેટિંગ અને હિંમત અદભૂત. ગિરનારની ઊંચી-ખડી સીડીઓ પર સોનુને સ્કેટિંગ કરતા જોઈ પ્રવાસીઓ ઉભા રહી ગયા. કોઈએ વીડિયો બનાવવા માંડ્યો તો કોઈએ તાળીઓના ગડગડાટથી તેને વધાવ્યો.
*પહેલા રસ્તો જોયો, પછી ચડાઈ શરૂ કરી*
સોનુએ પહેલા ગિરનારની સીડીઓ અને રસ્તાનો બરાબર જાયજો લીધો. રસ્તો સમજ્યા બાદ તેણે સ્કેટિંગ પહેરીને ચડાઈ શરૂ કરી. પગથિયાં પર સંતુલન જાળવવું ખૂબ અઘરું હતું, પણ સોનુ એક પછી એક સીડી ચડતો ગયો.
*સાહસ સાથે પર્યાવરણનો સંદેશ*
સોનુનો હેતુ માત્ર પોતાની પ્રતિભા બતાવવાનો નહોતો. તેણે આ સાહસ દ્વારા *પ્લાસ્ટિક મુક્ત ગિરનાર* નો સંદેશ પણ આપ્યો.
ગિરનારમાં હાજર વન વિભાગના અધિકારીઓએ પણ તેનો ઉત્સાહ વધાર્યો અને લોકોને પર્યાવરણ સ્વચ્છ રાખવાની અપીલ કરી. સોનુએ પણ આ મુહિમને સમર્થન આપ્યું.
*431 દિવસથી ભારત ભ્રમણ પર*
સોનુ યાદવ છેલ્લા *431 દિવસથી* ઘરેથી નીકળી ભારત ભ્રમણ પર છે. દેશના અલગ-અલગ ભાગમાં ફરીને તે પોતાની અનોખી પ્રતિભાથી લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે.
ગિરનાર ફતહ કર્યા બાદ હવે સોનુ જૂનાગઢથી રાજકોટ થઈને *કચ્છના કોટેશ્વર મહાદેવ મંદિર* તરફ રવાના થયો છે.

