અપડેટ@મહીસાગર: સરકારી પ્રાથમિક શાળાના આચાર્ય પર શિક્ષિકાએ છેડતીની ફરિયાદ નોંધાવી

લંપટ આચાર્ય સામે તપાસના આદેશ
 
અપડેટ@મહીસાગર: સરકારી પ્રાથમિક શાળાના આચાર્ય પર શિક્ષિકાએ છેડતીની ફરિયાદ નોંધાવી 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

મહીસાગરના બાલાસિનોરની તળાવ દરવાજા પ્રાથમિક શાળામાં શિક્ષિકાની છેડતી કરનાર લંપટ આચાર્ય સામે તપાસના આદેશ અપાયા છે. શાળાના જ આચાર્યએ શિક્ષિકાની છેડતી કરી હોવાના કેસમાં જિલ્લા શિક્ષણાધિકારીએ તપાસનો આદેશ આપ્યો છે અને છેડતીની સમગ્ર તપાસ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને સોંપવામાં આવી છે.

તળાવ દરવાજા સરકારી પ્રાથમિક શાળાના આચાર્યએ શિક્ષિકાની છેડતી કરી હતી. તેથી શિક્ષિકાએ આચાર્ય અબુબકર શેખ સામે છેડતીની ફરિયાદ નોંધાવી હતી. લંપટ આચાર્ય સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી છેક ગાંધીનગર શિક્ષણ વિભાગને પણ રજૂઆત કરવામાં આવી હતી.