અપડેટ@ગાંધીનગર: બેઠકમાં કેબિનેટના મંત્રીઓની હાજરીમાં અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા

 BPL કાર્ડધારકોને અનાજ અને
 
 અપડેટ@ગાંધીનગર: બેઠકમાં કેબિનેટના મંત્રીઓની હાજરીમાં અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની  અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક  મળવા જઇ રહી છે. બેઠકમાં કેબિનેટના મંત્રીઓની હાજરીમાં અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે. ખાસ કરીને બેઠકમાં બનાસકાંઠા જિલ્લાના પાલનપુર થયેલી બ્રિજ દુર્ઘટના સંદર્ભે  ચર્ચા થવાની છે.  

કેબિનેટની બેઠકમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની તૈયારીઓની અંગે પણ સમીક્ષા થવાની શક્યતા છે. તો સાથે જ વડાપ્રધાન મોદીના ગુજરાત પ્રવાસની તૈયારીઓ અંગે પણ બેઠકમાં ચર્ચા થશે. તહેવારોના સમયમાં BPL કાર્ડધારકોને અનાજ અને તેલ વિતરણ કરવા અંગે પણ બેઠકમાં વાતચીત કરવામાં આવશે.

આ સાથે જ મગફળી, સોયાબીન સહિત ટેકાના ભાવે ખરીદી સંદર્ભે બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. રાજ્ય સરકારના આગામી આયોજનો અને નીતિગત વિષયોની સમીક્ષા થશે. તો રાજ્ય સરકારના આગામી આયોજનો અને નીતિગત વિષયો અંગે સમીક્ષા થશે.