અપડેટ@મહેસાણા: ATM નો પિન જાણી રૂ.46 હજાર ઉપાડી આરોપી ફરાર થઇ ગયો

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
સ્વાઇપ મશીનથી રૂ.75 હજાર સરકાવી હરિયાણા નો શખ્સ ફરાર થયો હોવાની ઘટના બની છે. ATM માં પિન જાણી રૂ.46 હજાર પણ ઉપાડી લીધા હતા. મહેસાણાના ગાયત્રી મંદિર રોડ ઇંડસઈન્ડ બેંકના ATMમાં આ સમગ્ર ઘટના બની છે. ગણપત પંચાલ નામના વ્યક્તિ રૂ.10 હજાર ઉપાડવા ATM માં ગયા હતા. જોકે ATM માં ઉભેલા બે શખ્શો એ મોબાઈલમાં મેસેજ આવ્યાનું કહી ATM કાર્ડ બદલી નાખ્યું.
ATM કાર્ડ બદલાયાની જાણ થતા ગણપતભાઇ કાર્ડ બંધ કરવા બેંક દોડ્યા. બેંક પહોંચે ત્યાં સુધી ગઠિયાઓએ ₹1.21 લાખ સેરવી લીધા. ATM માંથી 46000 અને સ્વાઈપ મશીનથી 75000 ઉપાડી લીધા. બેંક કર્મીઓએ ATM જઈ હરિયાણાના નવીન રમેશ સાંસીને પૈસા ગણતો રંગે હાથ ઝડપી લીધો.
બીજો શખ્સ પ્રવીણ નવીન સાંસી નામનો શખ્શ ફરાર થયો હતો. પ્રવીણ સાંસીએ સ્વાઇપ મશીનથી 75 હજાર પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી લીધા હતા. બંને શખ્સ વિરૂદ્ધ બી ડિવિઝન પોલીસે ફરિયાદ નોધી કાર્યવાહી હાથ ધરી હતી. પકડાયેલ નવીન સાંસી 5 દિવસના રિમાન્ડ પર સોંપાયો છે.