અપડેટ@મહેસાણા: કડીની સરકારી હોસ્પિટલના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા
પગાર વિના કર્મચારીઓ અને તબીબો પણ પરેશાન
Oct 21, 2023, 09:41 IST

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
મહેસાણાની કડીની સરકારી હોસ્પિટલના તબીબો અને કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. તબીબો શનિવાર સુધી હડતાળ પર ઉતર્યા છે. છેલ્લા ચાર મહિનાથી પગાર તબીબો અને કર્મચારીઓને નહીં ચુકવાયો હોવાને લઈ આખરે હડતાળનો માર્ગ અપનાવ્યો છે. તબીબો અને કર્મચારીઓની હડતાળને પગલે દર્દીઓ પરેશાન બન્યા છે અને સારવાર માટે વલખાં મારવાની સ્થિતિ સર્જાઈ છે.
તબીબો સહિત 17 કર્મચારીઓ વર્ગ 2 અને વર્ગ 3 ના હડતાળ પર ઉતર્યા છે. પગાર વિના કર્મચારીઓ અને તબીબો પણ પરેશાન છે અને તેમને પણ લોનના હપ્તા સહિતની અનેક સમસ્યાઓ સર્જાતા આર્થિક તંગીમાંથી પસાર થવુ પડ્યુ છે. આ દરમિયાન હવે કર્મચારીઓએ હડતાળનો માર્ગ અપનાવ્યો છે.