અપડેટ@ભાવનગર: આરોગ્ય કેન્દ્રના ફાર્માસિસ્ટને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા,જાણો વધુ વિગતે

ફરજમાં બેદરકારી દાખવી હોવાનો આરોપ 
 
Update Pharmacist of Bhavnagar Arogya Kendra has been suspended Know more details

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

કુંભારવાડા UPHC સેન્ટરના ફાર્માસિસ્ટને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આરોગ્ય કેન્દ્રએ સપાટો બોલાવતા કોર્પોરેશનના આરોગ્ય અધિકારીએ ચેકિંગ હાથ ધર્યુ હતુ. આ દરમિયાન ફાર્માસિસ્ટે વર્ષ 2019થી રજિસ્ટર મેઈન્ટેઈન ન કર્યુ હોવાની હકીકત સામે આવી હતી. તેમની સામે ફરજમાં બેદરકારી દાખવી હોવાનો આરોપ છે. આથી ગેરરીતિની આશંકાને પગલે સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.

આ તરફ ભાવનગરમાં ગેરકાયદે મકાન તોડી દેવાતા યુવકે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. મૃતકના પરિવારજનોનો આક્ષેપ છે કે તંત્રએ RTO પાસે મકાન તોડી પાડતા યુવકે આપરઘાત કરી લીધો. મનપાના અધિકારીએ મકાન તોડી નાખતા યુવકે ઝેરી દવા પીધી. 3 લાખ રૂપિયા વ્યાજે લઈ બનાવેલુ મકાન તંત્ર દ્વારા તોડી પાડવામાં આવતા યુવકને લાગી આવતા આત્મઘાતી પગલુ ભર્યુ હોવાનો પરિવારજનોનો આરોપ છે.