અપડેટ@ગુજરાત: તળાવની ગોઝારી દુર્ઘટના વિશે PM મોદીએ વ્યક્ત કર્યું દુ:ખ અને સહાયની જાહેરાત કરી
 બે મહિલા શિક્ષકોના મોત થયા 
                                          Updated: Jan 19, 2024, 09:30 IST
                                            
                                        
                                    
                                        
                                    અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
વડોદરાના હરણી તળાવ ઘટના પર પીએમઓ તરફથી સહાયની જાહેરાત કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ મૃતકોને 2 લાખની સહાય તેમજ ઈજાગ્રસ્તોને 50 હજારની સહાય આપવાની જાહેરાત કરી છે આ સાથે ઘટના પર પીએમઓએ ટ્વીટ કરી કરીને દુ:ખ વ્યક્ત કર્યું છે.
તળાવમાં ડૂબી ગયેલા વિદ્યાર્થીઓ વડોદરાની ન્યુ સનરાઈઝ સ્કૂલના વિદ્યાર્થીઓ છે. બોટમાં 16ની ક્ષમતા સામે 27 લોકો સવાર હતા. જેમાં બે મહિલા શિક્ષકો પણ હતા. આ અકસ્માતમાં છાયા સુરતી અને ફાલ્ગુની પટેલ નામની બે મહિલા શિક્ષિકાના મોત થયા હતા. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જારી કરાયેલા આંકડા અનુસાર, વિદ્યાર્થીઓ અને બે મહિલા શિક્ષકોના મોત થયા છે.
બાળકોનું રેસ્ક્યુ કરી સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી રહ્યા છે. Dcp,acp સહિતનો પોલીસ કાફલો હરણી લેક પર પહોંચ્યો છે.

