અપડેટ@રાજકોટ: શહેરમાં વિવિધ જગ્યા પર આવેલા સ્પામાં પોલીસે તવાઈ બોલાવી

શહેરના 50 થી વધારે સ્પામાં દરોડા પાડ્યા

 
 અપડેટ@રાજકોટ: શહેરમાં વિવિધ જગ્યા પર આવેલા સ્પામાં પોલીસે તવાઈ બોલાવી 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં ક્યાંય પણ સ્પાની આડમાં ગોરખ ધંધા ન ચાલવા જોઈએ.ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીના આવા કડક આદેશ બાદ રાજ્યની પોલીસ  દોડતી થઈ છે. રાજકોટ શહેરમાં વિવિધ જગ્યા પર આવેલા સ્પામાં પોલીસે તવાઈ બોલાવી છે. જુદા-જુદા શહેરોની પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ અને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની જુદી-જુદી ટીમોએ રાજ્યમાં ઠેર-ઠેર દરોડા પાડ્યા છે.

રાજકોટ પોલીસે શહેરના 50 થી વધારે સ્પામાં દરોડા પાડ્યા છે. જેમાં 15 સ્પા સંચાલકો સામે જાહેરનામા ભંગ કરવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે. તો સ્પા સંચાલકોએ રજિસ્ટ્રેશન ન કરાવતા કાર્યવાહી કરવામાં આવી છે. તો સ્પામાં નાગાલેન્ડ, અમદાવાદ, દિલ્લી, મુંબઇ અને પશ્વિમ બંગાળની થેરાપિસ્ટ કામ કરે છે.

તો પોલીસ દ્વારા અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત અને કચ્છના ગાંધીધામ સહિતના સ્થળો પર પોલીસે તવાઈ બોલાવી છે. પોલીસે ગેરકાયદે ધમધમતા સ્પા પર સપાટો બોલાવીને કાર્યવાહી કરી છે. પોલીસ પ્રમાણે, અમદાવાદ અમદાવાદ શહેરના 350થી વધુ સ્પા-મસાજ પાર્લરમાં તપાસ કરવામાં આવી. જેમાં જાહેરનામા ભંગની 9 ફરિયાદ નોંધીને 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

ફક્ત રાજકોટમાં જ નહીં, સુરત, અમદાવાદ, વડોદરા, ભાવનગર સહિતના શહેરોમાં પણ પોલીસે દરોડા પાડીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુરતમાં 70 સ્પા સેન્ટર પર દરોડા પાડવામાં આવ્યા છે. જેમાંથી 50 સામે કાર્યવાહી કરવામાં આવી છે. જ્યારે રાજકોટમાં 50થી વધુ સ્પા-મસાજ પાર્લર પર દરોડા પાડવામાં આવ્યા છે. જેમાંથી 13 સામે કાર્યવાહી કરવામાં આવી છે.

આ તરફ વડોદરામાં 20થી વધુ સ્પામાં દરોડા પાડવામાં આવ્યા છે. જેમાંથી 2 સામે કાર્યવાહી કરાઈ છે.હિંમતનગરમાં 3 સ્પા સેન્ટર પર પોલીસે દરોડા પાડ્યા છે. કચ્છના ગાંધીધામમાં પોલીસની 19 ટીમોનએ 29 સ્પામાં ચેકિંગ કર્યું. જેમાં આદિપુરના લવિસ સ્પામાંથી દેહવિક્રય પ્રવૃત્તિ પકડાતાં કાર્યવાહી કરાઈ છે.