અપડેટ@દેશ: પાકિસ્તાનમાં વધતી મોંઘવારી અને વીજળીના ભાવ સામે વિરોધ પ્રદર્શન કરાયું

જેમાં એક પોલીસકર્મીનું મોત થયું હતું
 
અપડેટ@દેશ: પાકિસ્તાનમાં વધતી મોંઘવારી અને વીજળીના ભાવ સામે વિરોધ પ્રદર્શન  કરાયું

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

દેશમાં દિવસે-દિવસે મોઘવારી ખુબજ વધી ગઈ છે.  પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીર (PoK)માં વધતી મોંઘવારી અને વીજળીના ભાવ સામે સતત બીજા દિવસે વિરોધ પ્રદર્શનો કરાયું હતું. આ દરમિયાન શનિવારે પોલીસ અને PoKના રાજકીય-ધાર્મિક સંગઠન અવામી એક્શન કમિટી (AAC) વચ્ચે મારામારી થઈ હતી. જેમાં એક પોલીસકર્મીનું મોત થયું હતું, જ્યારે 70 ઘાયલ થયા હતા.

ન્યૂઝ અનુસાર, AACએ વિરોધ પ્રદર્શન વચ્ચે સમગ્ર PoKમાં બંધની અપીલ કરી હતી. આ પછી શાળાઓ, ઓફિસો, રેસ્ટોરાં, બજારો અને અન્ય જાહેર સ્થળોને તાળાં લટકતા જોવા મળ્યા. PoKના મદીના માર્કેટમાં ભારે પોલીસ બંદોબસ્ત તહેનાત કરવામાં આવ્યો હતો. AACના કાર્યકરોએ અહીં રેલી કાઢી હતી. પોલીસે મુઝફ્ફરાબાદના માર્ગ પર બેરિકેડ લગાવી દીધા છે.

આ પછી ઇસ્લામગઢ પાસે પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસે આરોપ લગાવ્યો કે પ્રદર્શનકારીઓએ તેમના પર ગોળીબાર શરૂ કર્યો, જેમાં મીરપુરના આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર (ASI) અદનાન કુરેશીને છાતીમાં ગોળી વાગી હતી. પોલીસે ભીડને કાબૂમાં લેવા માટે ટીયર ગેસના સેલ છોડ્યા હતા, બીજી તરફ પ્રદર્શનકારીઓએ પણ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો.

PoKમાં વણસી રહેલી સ્થિતિ વચ્ચે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ સોમવારે ઈમરજન્સી બેઠક બોલાવી છે. અહેવાલો અનુસાર, રાષ્ટ્રપતિએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં સ્થિતિ સુધારવા માટે પ્રસ્તાવો માંગ્યા છે.