અપડેટ@ગુજરાત: રાજ્યમાં ફરી વરસાદી માહોલ, નવરાત્રી મંડળોના સંચાલકોમાં ચિંતાનો માહોલ છવાયો

શહેરમાં બે કલાકમાં બે ઇંચ વરસાદ ખાબક્યો હતો.

 
તો જૂનાગઢ શહેરમાં બે કલાકમાં બે ઇંચ વરસાદ ખાબક્યો હતો.

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
 

રાજ્યમાં ફરી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. નવરાત્રી મંડળોના સંચાલકોમાં ચિંતાનો માહોલ છવાયો.  જામનગરમા મોડી રાત્રે કાલાવડના અનેક ગામોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે.જેમાં નીકાવા, શિશાંગ, રાજડા, મોટા વડાલા, આણંદપરમાં વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા. તો રાજકોટના જેતપુર અને ગોંડલ સહિતના અનેક વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હતો.તો જૂનાગઢ શહેર ગિરનાર પર ધોધમાર વરસાદ પડ્યો છે. 

 જૂનાગઢ શહેરમાં બે કલાકમાં બે ઇંચ વરસાદ ખાબક્યો હતો. તો ગિરનાર પર બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે.ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાયા હાવોનું સામે આવ્યુ છે. તેમજ ગિરનાર પર્વત પર પણ ધીમીધારે વરસાદ વરસ્યો છે.

રાજકોટના ગોંડલમાં ભારે વરસાદ વરસતા માર્કેટ યાર્ડમાં મગફળીને નુકસાન થયુ છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં પડેલી મગફળી પલળી જતા નુકસાન થયુ છે. આ સાથે જ કપાસ, ડુંગળી, સોયાબીન સહિતના પાકને પણ નુકસનાની ભીતિ સેવાઈ રહી છે.