અપડેટ@રાજકોટ: અપહરણ,મારામારી,ચોરી,દારૂના ગુનામાં પાંચ આરોપી પકડાયા

ધમકી વગેરે કલમો હેઠળ કુલ 3 ગુના નોંધાઈ ચુકયા છે.
 
અપડેટ@રાજકોટ: અપહરણ,મારામારી,ચોરી,દારૂના ગુનામાં પાંચ આરોપી પકડાયા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

જુદા-જુદા પોલીસ મથકોમાં નોંધાયેલા ચોરી, અપહરણ, મહામારી, દારૂ એટ્રોસીટી વગેરે ગુનામાં નાસતા ફરતા પાંચ આરોપીઓને ક્રાઈમ બ્રાંચ અને પેરોલ ફર્લોની ટીમે દબોચી લીધા હતા. ક્રાઈમ બ્રાંચની ટીમે ચોરાઉ બાઈક સાથે શિવરામ નંદલાલ કુબાવત (રહે.ખેરડી, તા.રાજકોટ) એક વર્ષ પહેલા ચોરી થયેલ સીએનજી રિક્ષા સાથે વિજય ઘેલા સીંગરખીયા (રહે.

હર્ષદ મીલની ચાલી, જામનગર)ને ઝડપી એ ડીવીઝન પોલીસ મથકે ગુનાને ઉકેલ્યો હતો. અપહરણ અને એટ્રોસીટીના ગાંધીગ્રામ પોલીસ મથકે નોંધાયેલા ગુનામાં સાડા ચાર વર્ષથી ફરાર સંજય રામશી ચાવડા (રહે.નવાગામ, છપ્પનીયા કવાર્ટર્સ, હાલ લાલપુર ચોકડી, જામનગર)ને ઝડપી વર્ષ 2019ના ગુનાને ઉકેલ્યો હતો.

પેરોલ ફર્લોની ટીમે ડીસીબી પોલીસ મથકે નોંધાયેલા દારૂના ગુનામાં ચાર મહિનાથી ફરાર વિજય રણછોડ કોળીયા (સદગુરુ સોસાયટી, શેરી નં.1, સંતકબીરરોડ)ને ઝડપી લીધો હતો. વિજય સામે અગાઉ બી.ડીવીઝન, વાંકાનેર તાલુકા પોલીસ મથકે મારામારી અને દારૂના કુલ 4 ગુના નોંધાયેલ છે. આ સિવાય માલવીયાનગર પોલીસ મથકે નોંધાયેલ મારામારીના ગુનામાં આઠ વર્ષથી ફરાર અકબર ઉર્ફે અપુ ઉર્ફે અકુહાલા બાડો વલી હાલા (રહે.પડધરી, મેમણ શેરી)ને પડધરી બાયપાસ ખાતેથી દબોચી લેવાયો હતો. અકબર સામે અગાઉ પ્રનગર અને યુનિવર્સિટી પોલીસ મથકે મારામારી, ધમકી વગેરે કલમો હેઠળ કુલ 3 ગુના નોંધાઈ ચુકયા છે.

આ કામગીરીમાં ક્રાઈમ બ્રાંચ પીઆઈ વાય.બી.જાડેજા, પીએસઆઈ એન.ડી.ડામોર, એએસઆઈ ઘનશ્યામભાઈ મેણીયા, હેડકોન્સ્ટેબલ સંજયભાઈ રૂપાપરા, અમીત અગ્રાવત, કિરીટસિંહ ઝાલા, જયદેવસિંહ પરમાર, યુવરાજસિંહ ઝાલા, પ્રદીપસિંહ જાડેજા, પ્રદીપસિંહ જાડેજા, કોન્સ્ટેબલ અશોકભાઈ ડાંગર, હિરેનભાઈ સોલંકી, મહાવીરસિંહ ચુડાસમા, જીતનભાઈ ડાંગર, કુલદીપસિંહ રાણા, પ્રદીપસિંહ જાડેજા, પેરોલ ફર્લો સ્કવોડની ટીમમાંથી પીએસઆઈ બી.જે.કડછા, એએસઆઈ જહીરભાઈ ખફીક, હેડકોન્સ્ટેબલ રાજદીપસિંહ, જયદીપસિંહ, સામંતભાઈ, કોન્સ્ટેબલ અનિલસિંહ, યોગેન્દ્રસિંહ અને સિરાજભાઈ ફરજ પર રહ્યા હતા.