અપડેટ@સાબરકાંઠા: સરકારી નાગરિક પુરવઠા ગોડાઉમાં ફાળવાયેલ ચણાના સેમ્પલ ફેલ થયા

જથ્થાને પરત કરવાની કાર્યવાહી કરી
 
અપડેટ@સાબરકાંઠા: સરકારી નાગરિક પુરવઠા ગોડાઉમાં ફાળવાયેલ ચણાના સેમ્પલ ફેલ થયા

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

રાજ્યમાં અનેક ઠેકાણે સરકારી નાગરિક પુરવઠા ગોડાઉમાં ફાળવાયેલ કઠોળના સેમ્પલ ફેલ થયાના સમાચાર છે. આ દરમિયાન સાબરકાંઠા જિલ્લાના વડાલી અને હિંમતનગરના ચણાના જથ્થાના સેમ્પલ ફેલ હોવાનુ સામે આવ્યુ છે. આ માટે જિલ્લા પુરવઠા ગોડાઉન અધિકારીઓ દ્વારા ચણાના જથ્થાને પરત કરવાની કાર્યવાહી કરી છે. આ માટે એજન્સીને નોટીસ પાઠવીને નવા જથ્થાનો સપ્લાય કરવા તાકીદ કરાઈ છે. આમ  કરવામાં નિષ્ફળ થવાની સ્થિતિમાં કાર્યવાહી શરુ કરાશે

વડાલીમાં 20 અને હિંમતનગરમાં 30 મેટ્રિક ટન ચણાનો જથ્થો ફાળવણી કરવામાં આવ્યો હતો. જેના વિતરણ અગાઉ સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેને હવે બદલવા માટે કાર્યવાહી કરી હોવાનુ પુરવઠા ગોડાઉન ના મામલતદાર વિજય પટેલે જણાવ્યુ હતુ. ચણાના જથ્થામાં મોટા પ્રમાણમાં અનિયમિતતા જોવી મળી હતી. જેમામાં ચણાના દાણા નાના-મોટા હોવાન ઉપરાંત ખરાબ અને તૂટેલા દાણાનુ પ્રમાણ વધારે જોવા મળ્યુ હતુ. આમ ચણાને સપ્લાય કરવામાં જ બેદરકારી દાખવી હોવાની આશંકા થઈ છે. ખરાબ તેમજ જૂના ચણા મિક્સ કર્યા હોવાની પણ આશંકા વર્તાઈ છે. આમ એજન્સી સામે તપાસ થવી જરુરી બની છે..