અપડેટ@ગુજરાત: રાજ્યમાં છેલ્લા 3 દિવસથી સ્પા સેન્ટર અને હોટલ પર પોલીસે દરોડા પાડ્યા
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
ગુજરાત રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી સ્પા સેન્ટર અને હોટલ પર કાર્યવાહી કરવામાં આવી છે. ગૃહ વિભાગ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ અંગે સૂચનાઓ કર્યા બાદ આ કાર્યવાહી અનેક જિલ્લાઓ અને શહેરોમાં હાથ ધરાઈ છે. કેટલાક જિલ્લાઓમાં જોકે માત્ર દેખાવ પૂરતી કાર્યવાહી કરવાની પણ ફરિયાદો ઉઠી છે. જેમાં માત્ર બધુ જ સલામત હોવાનુ દર્શાવાયુ છે. જોકે મોટાભાગના સ્થળો પર પોલીસે સ્પા સેન્ટરો સામે કડકાઈ ભરી કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્યમાં સ્પાની આડમાં ગેરકાયદેસર પ્રવૃત્તિને રોકવા માટે પોલીસે કાર્યવાહી શરુ કરી છે.
ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી દ્વારા કડકાઈ ભર્યા સૂરમાં આદેશ ગૃહ વિભાગને કર્યા હતા. જેના આધારે રાજ્યમાં દરોડાની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરાઈ હતી. પોલીસે રાજ્યમાં 2000 જેટલા સ્થળો પર કાર્યવાહી કરી હતી. જેમાં 204 જેટલી ફરિયાદો નોંધવમાં આવી છે. 279 આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાંથી 183 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
ગુજરાત પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ હેઠળ ત્રણ દિવસથી રાજ્યવ્યાપી દરોડાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ગૃહ વિભાગ દ્વારા હજુ કાર્યવાહીમાં ઢીલાશ દાખવનારા જિલ્લાઓના અધિકારીઓને માટે કડક સૂચનાઓ જારી શકે છે.