અપડેટ@સુરત: ભાઠેના બ્રિજના સ્ટ્રક્ચરના કામમાં ખામી હોવાનો વિપક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો

વિપક્ષના આક્ષેપે સાશકોને દોડતા કર્યા 
 
અપડેટ@સુરત: ભાઠેના બ્રિજના સ્ટ્રક્ચરના કામમાં ખામી હોવાનો વિપક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો 

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

ભાઠેના બ્રિજના સ્ટ્રક્ચરના કામમાં ખામી હોવાનો વિપક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે  આગામી 8 અને 9 નવેમ્બરના રોજ દિવાળી પહેલા નવા બે બ્રિજનું લોકાર્પણ થનાર છે ત્યારે વિપક્ષના આક્ષેપે સાશકોને દોડતા કર્યા છે. સુરતમાં હકીકત જણાવા ગૃગ્ય મંત્રીએ જાત તપાસ માટે બ્રિજની મુલાકાત લીધી હતી.

ગુજરાતમાં હાલમાં પૂલની ગુણ્વત્તાઓ અને અકસ્માતોની ઘટનાઓને લઈ સરકાર થોડીવધુ સતર્ક છે.ભાઠેના બ્રિજના ઉદ્ઘાટન પહેલા મેયર, ધારાસભ્યએ નવનિર્મિત ખાડી બ્રિજનું કર્યું નિરીક્ષણ કર્યું હતું. શાસકો બાદ વિપક્ષ પણ નવનિર્મિત ભાઠેના બ્રિજનું નિરીક્ષણ કરવા પહોંચ્યું હતું. વિપક્ષ નેતા, ઉપનેતા, દંડકે બ્રિજમાં તિરાડ બતાવી હતી.બ્રિજના બાંધકામમાં ખામી હોવાનો વિપક્ષે આક્ષેપ લગાવ્યો હતો.