અપડેટ@વેરાવળ: નિવૃત્ત બેંક ઓફિસરે રૂપિયા 32 લાખ ગુમાવ્યા,જાણો વધુ વિગતે

 સરખેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
 
આનંદો@પગારદાર: સરકારી ભથ્થા મામલે મોટી વાત, ટૂંક સમયમાં વધશે કર્મચારીઓનો પગાર, જાણો અહિં

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

મૂળ વેરાવળના વતની ભરતકુમાર ભૂપતલાલ શાહ  વેરાવળ મર્કેન્ટાઇન બેંકમાં ઓફિસર તરીકે ફરજ બજાવતા હતા.તેઓ ગત વર્ષે નિવૃત્ત થયા હતા. ત્યારબાદ બોપલમાં રહેતા દીકરા વિશાલ સાથે રહેવા બોપલ આવી ગયા હતા. હવે તેમની ફરિયાદ છે કે તેઓ ગત વર્ષે દીકરાના ઘરેથી ઇસ્કોન મંદિરે દર્શન કરવા માટે જઇ રહ્યા હતા. ત્યારે જ વરસાદ પડતાં તેઓ બોપલ બ્રિજ નીચે ઊભા રહી ગયા હતા. ભરતભાઇ શાહ બ્રિજ નીચે ઊભા રહી મોબાઇલ પર શેરબજારની વિગતો ચેક કરતા હતા. ત્યારે જ બાજુમાં ઊભા રહેલા એક ભાઇએ શેરબજારની ચર્ચા શરૂ કરી દીધી હતી.

તેમણે પોતાનું નામ નિકુંજભાઇ બાબુભાઇ ભાલાળા (રહે. બોપલ, મૂળ અમરેલી) જણાવ્યું હતું. થોડી વાતચીત કરી નિકુંજે ભરતભાઇ શાહ સાથે મોબાઇલ નંબરની આપલે કરી હતી. ત્યારબાદ તેણે કહ્યું હતું કે તે સૂચન કરે તે શેરમાં રોકાણ કરજો તો વધુ નફો મળશે. આટલું કહી તેણે એક ડીમેટ એકાઉન્ટ પણ ખોલાવડાવ્યું હતું.

નિકુંજે બે-ત્રણ દિવસ બાદ મેસેજ કરીની ટીપ આપી હતી. જેમાં રોકાણ કરતાં ભરતભાઇને 35 હજારનો ફાયદો થયો હતો. ત્યારબાદ તેણે ભરતભાઇને વાતોમાં લઇ પોતાના ખાતામાં રૂપિયા ટ્રાન્સફર કરવા મનાવી લીધા હતા. જેમ નિકુંજ કહેતો ગયો તેમ ભરતભાઇ શાહ રૂપિયા ટ્રાન્સફર કરતા ગયા અને આખરે ચોક્કસ સમય દરમિયાન તેણે ભરતભાઇ પાસેથી કુલ 32.09 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા હતા. પોતે છેતરાયા હોવાની જાણ થતાં ભરતભાઇએ નિકુંજના એડ્રેસ પર તપાસ કરતાં તે ચાલ્યો ગયો હોવાનું તથા તેનો મોબાઇલ ફોન બંધ હોવાનું જાણી શકાયું હતું. જેને પગલે ભરત શાહે સરખેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.