અપડેટ@અરવલ્લી: આંગણવાડી કેન્દ્રની મહિલાઓએ દિવાળીના તહેવારોમાં મોંઘવારીને લઈ પોતાનો રોષ ઠાલવીને પગાર વધારાની માંગ કરી

ગરબા રમીને કર્મચારી મહિલાઓએ સરકાર
 
અપડેટ@અરવલ્લી: આંગણવાડી કેન્દ્રની મહિલાઓએ દિવાળીના તહેવારોમાં મોંઘવારીને લઈ પોતાનો રોષ ઠાલવીને પગાર વધારાની માંગ કરી

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અરવલ્લી જિલ્લામાં આંગણવાડી કેન્દ્રની મહિલાઓએ દિવાળીના તહેવારોમાં મોંઘવારીને લઈ પોતાનો રોષ ઠાલવીને પગાર વધારાની માંગ કરી હતી. અરવલ્લીના ધનસુરા અને મોડાસા તાલુકાની આંગણવાડી કેન્દ્રોની કાર્યકર અને તેડાગર મહિલાઓએ પડતર માંગણીઓ પૂર્ણ કરવાની માંગ સરકાર સમક્ષ કરી હતી. મોડાસા શહેરમાં આવેલા સાંઈ મંદિરે મહિલાઓએ એકઠા થઈને વિરોધ નોંધાવતા ગરબા રમ્યા હતા.

ગરબા રમીને કર્મચારી મહિલાઓએ સરકાર પોતાની પડતર માંગણીઓને પૂર્ણ કરે અને પગાર વધારો કરે એ માટેની માંગ કરી હતી. મહિલા કાર્યકરોએ ગરબા રમવા સાથે વેલણથી થાળી વગાડીને પોતાનો રોષ ઠાલવ્યો હતો. સ્થાનિક આંગણવાડી કાર્યકરો દ્વારા જિલ્લા ક્લેકટર સહિક અધિકારીઓ અને ઉચ્ચ કક્ષાએ આવેદન પત્ર આપ્યુ હતુ.