અપડેટ@વર્લ્ડ: અમેરિકાએ કહ્યું- ઈરાન પર સૌથી મોટા હુમલા થશે, ઈરાન બોલ્યું- ટ્રમ્પની ધમકીથી ડરતા નથી, જાણો વધુ વિગતે
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન યુદ્ધનો 11મો દિવસ છે. આ દરમિયાન ઈરાને કહ્યું છે કે તે એક લીટર ઓઈલ પણ બહાર જવા દેશે નહીં. ઈરાને હોર્મુઝ સ્ટ્રેટમાંથી જહાજોની અવરજવરને લઈને એક નવી શરત મૂકી છે.
ઇઝરાયલી મીડિયા વાયનેટના અહેવાલો અનુસાર, ઇરાનની સેના ઇસ્લામિક રેવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સએ કહ્યું છે કે કેટલાક દેશોના જહાજોને આ માર્ગેથી પસાર થવા દેવામાં આવી શકે છે, પરંતુ તે માટે તે દેશોએ પહેલા ઇઝરાયલ અને અમેરિકાના રાજદૂતોને પોતાના દેશમાંથી હાંકી કાઢવા પડશે.
હોર્મુઝ સ્ટ્રેટ દુનિયાનો ખૂબ જ મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ છે. દર વર્ષે દુનિયાના લગભગ 20% તેલનો પુરવઠો આ જ માર્ગેથી પસાર થાય છે.
જોકે અમેરિકી ચેનલ CNN એ કહ્યું છે કે ઈરાન આ માર્ગેથી પસાર થતા તેલ ટેન્કરો અને વ્યાપારી જહાજો પર સિક્યોરિટી ટેક્સ એટલે કે સુરક્ષા શુલ્ક લગાવવાની યોજના બનાવી રહ્યું છે, ખાસ કરીને તે જહાજો પર જે અમેરિકાના સહયોગી દેશોના છે.

