અપડેટ@અમદાવાદ: નગરદેવી ભદ્રકાળી માતાજી નગરચર્યાએ નીકળ્યા, જાણો વધુ વિગતે

આ નગરયાત્રામાં માતાજીનો રથ, નાસિક ઢોલ, અખાડાના કલાકારો, ભજન મંડળીઓ અને મોટી સંખ્યામાં વાહનોનો કાફલો જોડાયો.
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાજીની આજે સાવારે ભવ્ય નગરયાત્રા નીકળી. મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ પહિંદ વિધિ કરી કરી નગરયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું. આ નગરયાત્રામાં માતાજીનો રથ, નાસિક ઢોલ, અખાડાના કલાકારો, ભજન મંડળીઓ અને મોટી સંખ્યામાં વાહનોનો કાફલો જોડાયો.

ઉલ્લેખનીય છે કે, 26 ફેબ્રુઆરી અમદાવાદનો સ્થાપના દિવસ છે અને 6.25 કિ.મી. લાંબી નગરયાત્રામાં મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉમટ્યાં, ત્યારે આ પવિત્ર અવસરે શહેરમાં ટ્રાફિકજામ ન થાય અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા ખાસ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

યાત્રાના રૂટ પરના અનેક રસ્તાઓ વાહનો માટે બંધ રહેશે અને વાહન વ્યવહાર સુચારુ ચાલુ રાખવા વૈકલ્પિક રૂટ પણ જાહેર કરવામાં આવ્યો છે. નગરયાત્રાને લઈ સવારના 7 વાગ્યાથી યાત્રા પૂર્ણ ન થાય ત્યાં સુધી ટ્રાફિક નિયમો લાગુ રહેશે. આ જાહેરનામાનું ઉલ્લંઘન કરનાર સામે BSNની કલમ 223 અને ગુજરાત પોલીસ અધિનિયમ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે.