અપડેટ@ગાંધીનગર: 21 ઓકટોબરના રોજ કરાઈ પોલીસ એકેડમીમાં સંભારણા કાર્યક્રમ યોજાયો
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક
કરાઈ પોલીસ અકાદમીમાં પોલીસ સંભારણા 2023 અંતર્ગત કાર્યક્રમ યોજાયો. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ,ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા હતા. દર વર્ષે 21 ઓકટોબરનો દિવસ પોલીસ સંભારણા દિવસ તરીકે ઉજવાય છે. શહીદ પોલીસ જવાનોની સ્મૃતિમાં પોલીસ સંભારણા દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે આ વર્ષે પણ કરાઈ પોલીસ અકાદમીમાં ઉજવણી કરવામાં આવી.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોલીસ કર્મચારીઓને સંબોધન કર્યુ હતુ. તેમણે જણાવ્યુ હતુ કે, 1959માં ચીનમાં થયેલા ગોળીબારમાં અનેક પોલીસ કર્મીઓ શહીદ થઇ ગયા હતા. જેમના પૂરા સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ત્યારથી 21 ઓકટોબરે દેશભરમાં પોલીસ શહીદ સ્મૃતિ દિવસ મનાવવામાં આવે છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યુ હતુ કે હું ગુજરાતના નાગરિકો વતી પોલીસના જવાનોને વંદન કરું છું. પોલીસ જવાનો કોઈપણ ક્ષેત્રમાં કામ કરવા 24*7 કલાક ખડેપગે રહી ફરજ બજાવે છે. તેઓ ફરજ બજાવતી વખતે હર હંમેશ સામી વ્યક્તિનો જ વિચાર કર્યો છે. તેઓ વાર અને તહેવારમાં પોતાના પરિવારના સાથે રહેવાના બદલે બીજાના પરિવારની સુરક્ષા માટે સતત કામમાં રહે છે. ગમે તેવી આપત્તીમાં પણ લોકોની મદદ માટે હર હંમેશ તૈયાર રહે છે.