અપડેટ@ગુજરાત: મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે, ગાંધીનગર મહાનગરપાલિકા સંચાલિત પાંજરાપોળની મુલાકાત લીધી

પશુઓની માવજત યોગ્ય રીતે કરવામાં 
 
અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક

અટલ સમાચાર ડોટ કોમ, ડેસ્ક 

ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે, ગાંધીનગર મહાનગરપાલિકા સંચાલિત પાંજરાપોળની આકસ્મિક મુલાકાત લીધી હતી. ગાંધીનગર સેકટર 30માં મુક્તિધામની બાજુમાં આવેલ પાંજરાપોળની મુલાકાત લઈને મુખ્યપ્રધાને, પશુઓની માવજત યોગ્ય રીતે કરવામાં આવે તેવી સુચના આપવામાં આવી હતીં. પશુઓના રહેઠાણ ની જગ્યા સ્વચ્છ રહેવાની સાથેસાથે સમયાંતરે સેનિટેશન થાય એ અંગે પણ સુચન કરાયું હતું. પશુઓના રેગ્યુલર મેડિકલ ચેકઅપ કરાવવા ટકોર કરી હતી. બિમાર પશુઓ તથા સ્વસ્થ પશુઓને અલગ અલગ રાખવા પણ સીએમએ સૂચન કર્યું છે.